World

ભારતીય સેના ચીન સરહદ પર 18 હજાર ફૂટની ઉંચાઈએ 5G નેટવર્ક સ્થાપિત કરશે

નવી દિલ્હી: સરહદ પાર ચીન (China) સતત પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમ (Communication System) વિકસાવી રહ્યું છે. તેનો જવાબ આપવા માટે હવે ભારતીય સેના (Indian Army) પણ 18 હજાર ફીટ પર 4G અને 5G નેટવર્ક સ્થાપિત કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. જેથી કરીને દૂરના પર્વતીય વિસ્તારોમાંથી સંદેશાઓ (Message) પ્રાપ્ત કરવા અને પહોંચાડવામાં સરળતા રહે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ઘણી જગ્યાએ 5G નેટવર્ક ઇન્સ્ટોલ કરી દીધું છે.

  • 5G નેટવર્કથી દૂરના પર્વતીય વિસ્તારોમાંથી સંદેશાઓ પ્રાપ્ત કરવા અને પહોંચાડવામાં સરળતા રહશે
  • ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ઘણી જગ્યાએ 5G નેટવર્ક ઇન્સ્ટોલ કરી દીધું
  • ભારતીય સેનાએ વઘુ માહિતી માટે વિનંતી (RFI) જારી કરી

ચીને આ કામ વર્ષ 2020માં લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચેના સંઘર્ષ બાદ કર્યું હતું. ચીને વધુ સારા સંચાર માટે 5G નેટવર્ક સ્થાપિત કર્યું છે. ભારતીય સેનાએ વઘુ માહિતી માટે વિનંતી (RFI) જારી કરી છે. જેથી મોબાઈલ કોમ્યુનિકેશન કંપનીઓ ત્યાં હાઈ સ્પીડ નેટવર્ક સાથે મોબાઈલ સિસ્ટમ ગોઠવી શકાય. RFI અનુસાર ઉલ્લેખિત નેટવર્કનો ઉપયોગ ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવશે જેઓ પહાડી, અર્ધ-પહાડી અથવા 18 હજાર ફૂટની ઉંચાઈ પર તૈનાત છે. આ નેટવર્ક એવું હોવું જોઈએ કે તે અત્યંત વિશ્વસનીય અને સુરક્ષિત હોય. જેથી સુરક્ષિત વોઈસ મેસેજ અને ડેટા સર્વિસ મળી શકે. ઉપરાંત તે ઓપરેશનલ જરૂરિયાતો અનુસાર સંદેશાઓની આપ-લે કરવામાં મદદ કરી શકે છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કોમ્યુનિકેશન કંપનીએ કોન્ટ્રાક્ટ મળ્યાના 12 મહિનાની અંદર નેટવર્ક સ્થાપિત કરશે. આ નેટવર્કને ઉચ્ચ પ્રાથમિકતા સાથે સ્થાપિત કરવું પડશે. જેથી કરીને ભારતીય સેના સરહદની આ બાજુ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની કોમ્યુનિકેશન સિસ્ટમને સખત ટક્કર આપી શકે. જો ભારતીય સિસ્ટમ નબળી હશે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 4G અને 5G નેટવર્કનો ઉપયોગ લદ્દાખથી LACની આસપાસના ઘણા સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે. રસ્તાઓ અને પુલ પણ સતત બનાવવામાં આવી રહ્યા છે. જો આવું હાઈ-સ્પીડ નેટવર્ક બનાવવામાં આવશે તો ભારતીય સેનાની કોમ્યુનિકેશન સિસ્ટમમાં વધારો થશે. તે તાત્કાલિક બેકઅપ કૉલ કરવા, સંદેશા પહોંચાડવા અને રાહત કામગીરીમાં મદદ કરશે.

Most Popular

To Top