નવી દિલ્હી: રક્ષાબંધન (Rakshabandhan) અને શ્રાવણ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે 30 આગસ્ટ બુધવારના રોજ રાત્રે આકાશમાં એક અદ્ભુત અવકાશીય ઘટના જોવા મળશે, જેમાં અન્ય દિવસોની સરખામણીમાં ચંદ્ર (Moon) વધુ મોટું અને ચમકદાર જોવા મળશે. જેને સુપર બ્લુ મૂન (Super blue moon) તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવે છે તેમના માટે આજે ખૂબ જ ખાસ દિવસ છે.
આ વર્ષે સુપર બ્લુ મૂનની ઘટના વધુ ખાસ છે કારણ કે આ વર્ષે આ ઘટના ભારતના ચંદ્રયાન-3ની (Chandrayaan-3) હાજરીમાં થવાની છે. જો કે આ વર્ષે જોવા મળનારા સુપર બ્લુ મૂનની ઘટનાઓમાં આજે ત્રીજું સૌથી મોટું ચંદ્ર જોવા મળશે. 30 ઓગસ્ટે દેખાતો ચંદ્ર સુપર બ્લુ મૂન કહેવાશે. પરંતુ તે બ્લુ મૂન હોવા છતાં તેના રંગ સાથે કોઈ સંબંધ નથી. આજે તમને સફેદ, કેસરી કે પીળા રંગનો જ ચંદ્ર જોવા મળશે. ત્યારે સવાલ એ છે કે જ્યારે સુપર બ્લુ મૂન વાદળી રંગનો નથી તો પછી તેને બ્લુ મૂન કેમ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે પૂર્ણ ચંદ્ર દર મહિનામાં માત્ર એક જ વાર આવે છે. પરંતુ જ્યારે બ્લુ મૂન હોય છે ત્યારે પૂર્ણ ચંદ્ર હોય છે. આ રીતે 12 મહિનામાં અથવા વર્ષના 365 દિવસોમાં 12 પૂર્ણ ચંદ્ર હોય છે. પરંતુ દર 2.5 વર્ષે એક વધારાનો પૂર્ણ ચંદ્ર પણ આવે છે, જે 13મી પૂર્ણિમા છે. આ 13મી પૂર્ણિમાને સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને આ દરમિયાન ચંદ્રથી પૃથ્વીનું અંતર વધતું અને ઘટતું રહે છે. પરંતુ જ્યારે પૂર્ણ ચંદ્ર થાય છે ત્યારે આ સમયે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે જેને સુપરમૂન કહેવામાં આવે છે. પૃથ્વીની નજીક હોવાને કારણે, ચંદ્ર અન્ય દિવસો કરતાં મોટો અને તેજસ્વી દેખાય છે. 30 ઓગસ્ટના પૂર્ણ ચંદ્રને સુપરમૂન પણ કહેવામાં આવશે અને તે બ્લુ મૂન પણ હશે. એટલા માટે તેને સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે. જે સામાન્ય દિવસો કરતા 40 ટકા મોટું અને 30 ટકા વધુ તેજસ્વી હોઈ શકે છે.
30 ઓગસ્ટે સૂર્યાસ્ત પછી બ્લુ મૂન જોઈ શકાશે. આ વખતે જ્યારે બ્લુ મૂન દેખાશે, ત્યારે ભારતમાં દિવસ હશે. કારણ કે તે અમેરિકામાં જોવા મળશે. આવી સ્થિતિમાં ભારતીયોએ ઇન્ટરનેટ અથવા તેમના ફોન પર સુપર બ્લુ મૂન જોવો પડશે. 30 ઓગસ્ટના રોજ રાત્રે 8:37 વાગ્યે (EDT) બ્લુ મૂન જોઈ શકાશે. આ દ્રશ્ય રસપ્રદ રહેશે. કારણ કે આ પછી 2026માં ત્રણ વર્ષ બાદ બ્લુ મૂન જોવા મળશે. કેટલીકવાર સુપર બ્લુ મૂન 10-20 વર્ષમાં એકવાર દેખાય છે.