વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં આજે એક મોટી અને મહત્વપૂર્ણ મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાના જૂના ખેલાડીઓની બનેલી ટીમો (India Champions vs Australia Champions WCL 2024) આમને સામને થવાની છે. જ્યાં એક તરફ યુવરાજ સિંહ ભારતીય ટીમની કેપ્ટનશીપ (Captainship) સંભાળતો જોવા મળશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની કમાન બ્રેટ લીના હાથમાં છે. આ મેચમાં આ બંને દેશોના બાકીના મોટા અને દિગ્ગજ ખેલાડીઓ પણ જોવા મળવાના છે. મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે, જે મોડી રાત સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના ચાર પોઈન્ટ બરાબર છે
ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે જેમાંથી તેણે બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેણે પણ ત્રણમાંથી બે જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે બંને ટીમોના ચાર-ચાર પોઈન્ટ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ થોડો સારો છે, તેથી જ તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને ભારત ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ ચારમાંથી ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે.
ઈન્ડિયા ચેમ્પિયન્સ ટીમ: રોબિન ઉથપ્પા (વિકેટ-કીપર), અંબાતી રાયડુ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, ગુરકીરત સિંહ માન, યુવરાજ સિંહ (કેપ્ટન), ઈરફાન પઠાણ, પવન નેગી, હરભજન સિંહ, અનુરીત સિંહ, ધવલ કુલકર્ણી, આરપી સિંહ, વિનય કુમાર, નમન ઓઝા, સૌરભ તિવારી, રાહુલ શર્મા, રાહુલ શુક્લા
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટીમઃ શોન માર્શ, એરોન ફિન્ચ, બેન ડંક, કેલમ ફર્ગ્યુસન, બેન કટિંગ, ડેનિયલ ક્રિશ્ચિયન, ટિમ પેઈન (wk), નાથન કુલ્ટર-નાઈલ, ઝેવિયર ડોહર્ટી, બેન લોફલિન, બ્રેટ લી (c), પીટર સિડલ, બ્રેડ હેડિન , જ્હોન હેસ્ટિંગ્સ, ડર્ક નૈનેસ.