યુનોએ તાજેતરમાં જાહેર કરેલ માનવ વિકાસ આંકના 149 દેશોની યાદીમાં ભારતને 144 મો ક્રમ આપ્યો છે. 2019-20 માં ભારતનો 154 140મો હતો અને 2020-21 માં આ ક્રમ 4 આંક પાછો ધકેલાયો છે. આ યાદીમાં નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા નાના દેશો ભારત કરતા આગળના ક્રમે છે. ફિનલેન્ડનો પ્રથમક્રમ છે. વિકાસના મોટા દાવાઓ કરી રહેલ તેમજ વિશ્વગુરૂ બનવાની આકાંક્ષા સેવનાર ભારત માટે આ શરમજનક કહેવાય.
હજુ થોડા સમય અગાઉ જ અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીએ ભારતના લોકોનાં સ્વાતંત્ર્યમાં ઘટાડો થઈ રહ્યાનો અહેવાલ પ્રકાશિત કરેલ છે. જે દેશમાં કરોડો લોકો અર્ધભૂખ્યા સૂઈ રહેતા હોય, લાખો લોકો આકાશની છત હેઠળ ફૂટપાથ પર સૂઈ રહેતા હોય તેમજ બાળમૃત્યુ દર અને બાળકોમાં કૃપોષણ દર ઉંચો રહેતો હોય તે દેશનો વિકાસ ક્રમ પાછો ધકેલાય તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં વિશ્વગુરૂ બનવાનું કે મહાન આર્થિક સત્તા બનવાનું વર્તમાન ભારતના રાજનેતાઓનું સ્વપ્ન પૂર્ણ થાય તેમ લાગતું નથી.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.