નવી દિલ્હી: ભારતને (India) શુક્રવારે (Friday) બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) માટે પ્રથમ નિકાસ ઓર્ડર (Order) મળ્યો હતો, ફિલીપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે 374 મિલિયન ડોલરનો કરાર કર્યો હતો, એમ સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું. જો કે તેમણે મિસાઈલની સંખ્યા જણાવી ન હતી.
- બ્રહ્મોસ મિસાઈલ આપવા માટે 374 મિલિયન ડોલરનો કરાર કરાયો
- ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ ડિફેન્સ ઓફ ધ રિપબ્લીક ઓફ ફિલીપાઈન્સ સાથે બીએપીએલએ કરાર સહી કર્યો
- વડા પ્રધાનના મિશન સાગર અને ભારતના ભારત-પ્રશાંત વચનબદ્ધતામાટે નિર્ણાયક પગલું
ભારત-રશિયાનું સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (બીએપીએલ) સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું ઉત્પાદન કરે છે જેને સબમરીન, જાહજ, વિમાન અથવા જમીન પરથી છોડી શકાય છે. ફિલીપાઈન્સ નૌકાદળને કાંઠા આધારીત જહાજ રોધી બ્રહ્મોસ મિસાઈલ આપવા માટે 374 મિલિયન ડોલરનો કરાર કરાયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું, ‘ફિલીપાઈન્સને કાંઠા આધારિત જહાજ રોધી મિસાઈલ પદ્ધતિના પુરવઠા માટે 28 જાન્યુઆરી, 2022ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ ડિફેન્સ ઓફ ધ રિપબ્લીક ઓફ ફિલીપાઈન્સ સાથે બીએપીએલએ કરાર સહી કર્યો હતો.’ ભારતે પહેલાંથી અરૂણાચલ પ્રદેશ અને લડાખમાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર મોટી સંખ્યામાં બ્રહ્મોસ મિસાઈલ્સ અને અન્ય મુખ્ય સાધનો તૈનાત કર્યા છે.
ફિલીપાઈન્સમાં ભારતના રાજદૂત શંભુ કુમારને ટ્વીટ કરી કહ્યું હતું, ‘ફિલીપાઈન્સ સંરક્ષણ મંત્રી ડેલ્ફીન લોરેન્ઝાના દ્વારા આજે બ્રહ્મોસ પ્રાપ્ત કરવા માટેનો કરાર સહી કરાયો તે વડા પ્રધાનના મિશન સાગર અને ભારતના ભારત-પ્રશાંત વચનબદ્ધતામાટે નિર્ણાયક પગલું છે.’ આ ઓર્ડર પર પ્રતિક્રિયા આપતાં ડીઆરડીઓના ચેરમેન જી સથીશ રેડ્ડીે કહ્યું હતું, ‘સપાટીથી હવામાં પ્રહાર કરતી આકાશ, અસ્ત્ર, ટેન્ક રોધી મિસાઈલ્સ, રડાર, ટોર્પેડોઝમાં વિવિધ દેશોએ રસ દેખાડ્યો છે. વધુ પદ્ધતિઓ વિકસિત કરાઈ છે જેનો નિકાસ કરી શકાય છે.’