નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધીએ (Menka Gandhi) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ઈસ્કોને આ આરોપોને પાયાવિહોણા ગણાવતા મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ (Notice) મોકલી છે. ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે ઈસ્કોનના ભક્તો અને સમર્થકો આ અપમાનજનક, નિંદાપાત્ર અને દૂષિત આરોપોથી ખૂબ જ દુઃખી છે. અમે ઈસ્કોન વિરુદ્ધ ભ્રામક પ્રચાર સામે ન્યાય અપાવવામાં કોઈ કસર છોડીશું નહીં.
ખરેખર તાજેતરમાં મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media પર વાયરલ થયો હતો. જેમાં તેણે ઈસ્કોન પર કસાઈઓને ગાયો વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેણે ISKCONને દેશની સૌથી મોટી છેતરપિંડી કરનાર સંગઠન ગણાવ્યું હતું. મેનકા વીડિયોમાં કહેતી જોવા મળી હતી, “ઇસ્કોન ગાયના શેડ બનાવે છે અને તેના માટે સરકાર પાસેથી જમીનના મોટા ટુકડા લે છે અને અમર્યાદિત નફો પણ કમાય છે.” તેણે દાવો કર્યો હતો કે તાજેતરમાં (આંધ્રપ્રદેશ) માં જ્યારે ઇસ્કોન અનંતપુર ગૌશાળાની મુલાકાતે ગઈ ત્યારે, એક પણ ગાય સારી સ્થિતિમાં ન હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, “ગૌશાળામાં કોઈ વાછરડા નહોતા, એટલે કે તે બધા વેચાઈ ગયા હતા.”
મેનકાએ વધુમાં કહ્યું કે ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેમના કરતાં આ પ્રકારનું કામ બીજું કોઈ કરતું નથી. આ એ જ લોકો છે જેઓ ‘હરે રામ હરે કૃષ્ણ’ ના નારા લગાવતા શેરીઓમાં ફરે છે અને કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે.
ઈસ્કોને મેનકા ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિવેદનથી આશ્ચર્યચકિત છે. ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાય સંરક્ષણમાં આગેવાની લીધી છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં, જ્યાં ગૌમાંસ એ લોકોનો મુખ્ય આહાર છે. ઇસ્કોનના યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું હતું કે, “હાલમાં ઇસ્કોનના ગોશાળામાં રહેલી મોટાભાગની ગાયોને ત્યજી દેવાયા અથવા ઘાયલ થયા બાદ અહીં લાવવામાં આવી છે.” કેટલાક એવા છે જેમને હત્યામાંથી બચાવ્યા બાદ અમારી પાસે લાવવામાં આવ્યા હતા.