Trending

ભારતનું એક એવું અનોખું મંદિર જ્યાં થાય છે ‘Royal Enfield’ બાઇકની પૂજા

સોશિયલ મીડિયા (Social Media) હાલ પર એક એવા મંદિરની (Temple) ખૂબ ચર્ચા થઈ રહી છે જ્યાં કોઈ ભગવાનની (God) નહીં પણ બાઇકની (Bike) પૂજા થાય છે. રાજસ્થાનના પાલી જિલ્લાની નજીક બનેલું આ મંદિર ઘણું પ્રસિદ્ધ છે પરંતુ આજે પણ ઘણા લોકો આ મંદિર વિશે નથી જાણતા.’બુલેટ બાબા’ના નામથી પ્રખ્યાત આ મંદિરની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. અહીં ‘રોયલ એનફિલ્ડ’ (Royal Enfield) ની પૂજા કરવામાં આવે છે.

તમને આ મંદિરની અને ટ્રેન્ડની વાત ખૂબ દિલચસ્પ લાગશે. આ મંદિર ‘બુલેટ બાબા’ તરીકે જાણીતું છે જે જોધપુર અને અમદાવાદને જોડતા NH62 પર પાલી શહેરથી લગભગ 53 કિમી દૂર આવેલું છે. આ મંદિરમાં કોઈ ભગવાનની પૂજા થતી નથી. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં 350 CC રોયલ એનફિલ્ડ બુલેટ (RNJ 7773)ની પૂજા કરવા આવે છે.

તમને જણાવી દઈએ કે આ અનોખા મંદિરમાં જ્યાં લોકો બુલેટની પૂજા કરે છે ત્યાં એક પ્રતિમા છે. સાથે બુલેટના માલિક ઓમ સિંહ રાઠોડનો ફોટો લગાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઓમ સિંહ રાઠોડનું વર્ષ 1988માં એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ પોલીસ બાઇકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે બીજા દિવસે બાઇક પોલીસ સ્ટેશનમાં ન હતી. શોધખોળ કરતાં અકસ્માત સ્થળ પરથી બુલેટ મળી આવી હતી. પોલીસ બાઇક ફરી પોતાની સાથે લઈ ગઈ પણ બીજા દિવસે ફરી એ જ થયું. આવું થોડા દિવસો સુધી ચાલતું રહ્યું ત્યારબાદ ગામલોકોએ ત્યાં મંદિર બનાવવાનું નક્કી કર્યું. આજે આ મંદિર એ જ જગ્યાએ બનેલું છે જ્યાં 1988માં ઓમ સિંહ રાઠોડનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણ માહિતી આદિત્ય કોંડાવર નામના વ્યક્તિએ પોતાના એક્સ પર એક પોસ્ટ શેર કરીને આપી છે.

Most Popular

To Top