National

શું NCERT પુસ્તકોમાં ઇન્ડિયાનું નામ ‘ભારત’ થશે? અધિકારીએ નિવેદન જાહેર કર્યું

નવી દિલ્હી: દેશનું નામ INDIA થી બદલીને ‘ભારત’ (Bharat) કરવાની ચર્ચાઓ હજુ પૂરી થઈ ન હતી કે અચાનક NCERT સંબંધિત એક સમાચાર સામે આવ્યા જેણે ચર્ચાનું બજાર ગરમ કરી દીધું છે. હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે NCERT કમિટીએ તમામ સ્કૂલના પુસ્તકોમાં ‘ઇન્ડિયા’ નામને બદલવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસાકે જણાવ્યું કે, NCERT પેનલે શાળાના પુસ્તકોમાં ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ની ભલામણ કરી છે.

આ મામલે NCERTનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે નવા અભ્યાસક્રમ અને પુસ્તકોનો વિકાસ પ્રક્રિયામાં હોવાથી અને તે હેતુ માટે NCERT દ્વારા ડોમેન નિષ્ણાતોના વિવિધ અભ્યાસક્રમ વિસ્તાર જૂથોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. તેથી, સંબંધિત મુદ્દા પર ચાલી રહેલા મીડિયા અહેવાલો પર ટિપ્પણી કરવી અકાળ ગણાશે.

ભારત નામ પ્રથમ સત્તાવાર રીતે ત્યારે દેખાયું જ્યારે સરકારે ઇન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિના નામે G20 આમંત્રણ મોકલ્યું હતું. બાદમાં નવી દિલ્હીમાં સમિટ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેમ પ્લેટ પણ ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવી હતી. આ પછી સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું કે શું ઇન્ડિયાનું નામ બદલીને ભારત રાખવામાં આવશે અને જો તે થશે તો તેના ફાયદા અને ગેરફાયદા શું હશે. આ ચર્ચા લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર ચાલી હતી અને હેડલાઇન્સમાં પણ રહી હતી. તાજેતરમાં આ ચર્ચા થોડી ઠંડી થઇ ગઈ હતી, પરંતુ તરત જ મીડિયા અહેવાલોમાં NCERT પુસ્તકો સંબંધિત સમાચાર આવવા લાગ્યા, ફરી એકવાર આ તણખાએ આગ ઉભી કરી. શું ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની યોજના ચાલી રહી છે?

Most Popular

To Top