Sports

ભારતે પાકિસ્તાનને 3-1થી કચડ્યું, આ ખેલાડીની ઝડપી રમત સામે પાકિસ્તાનીઓ હાંફી ગયા

નવી દિલ્હી : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy) પુરૂષ હોકી ટૂર્નામેન્ટમાં (Men’s Hockey Tournament) શુક્રવારે ભારતીય ટીમે વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલની મદદથી પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને 3-1થી હરાવીને (India beat Pakistan) ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં (Semifinal) પ્રવેશ કરવાનો દાવો મજબૂત બનાવ્યો હતો. કોરિયા (Korea) સામેની પ્રથમ મેચ 2-2થી ડ્રો રહ્યા પછી ભારતે પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશને (Bangladesh) 9-0થી હરાવ્યું હતું.

પાકિસ્તાન સામેની મેચમાં હરમનપ્રીતે 8મી અને 53મી મિનીટમાં બે પેનલ્ટી કોર્નરને (Penalty corner) ગોલમાં (Goal) ફેરવ્યા હતા. આ ઉપરાંત આકાશદીપે 42મી મિનીટમાં ફિલ્ડ ગોલ કર્યો હતો, જે ટૂર્નામેન્ટમાં તેનો બીજો ગોલ રહ્યો હતો. પાકિસ્તાન વતી એકમાત્ર ગોલ જુનેદ મંજૂરે 45મી મિનીટમાં કર્યો હતો. આ સાથે ભારતે ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. પાકિસ્તાની ટીમ હજુ એકપણ મેચ જીતી શકી નથી અને જાપાન સામેની તેની પહેલી મેચ ગોલરહિત ડ્રો રહી હતી.

ભારતીય ટીમ ત્રણ મેચમાં 7 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે અને પાંચ દેશો વચ્ચે રાઉન્ડ રોબિન લીગ આધારિત ટૂર્નામેન્ટમાં રવિવારે જાપાન (Japan) સામે રમશે. પાકિસ્તાનના બે મેચમાં માત્ર એક પોઇન્ટ છે. મસ્કતમાં રમાયેલી છેલ્લી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ વરસાદને કારણે રમાડી ન શકાતા ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1થી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને વાઈસ કેપ્ટન હરમનપ્રીતે મેચમાં બે ગોલ કર્યા હતા. હરમનપ્રીતે ચોથા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયા માટે ત્રીજો ગોલ કરીને જીત પાક્કી કરી લીધી હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની આ મેચને શાનદાર રીતે જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ તરફ આગળ વધી ગઈ છે.

બાંગ્લાદેશમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ બીજી જીત છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 9-0થી હરાવ્યું હતું. પાકિસ્તાન હજુ પણ પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનની જાપાન સામેની પહેલી મેચ ડ્રો રહી હતી.
અહીં રમાઇ રહેલી

Most Popular

To Top