ભારતે ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચ ચાર વિકેટથી જીતી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ગુરુવારે નાગપુરમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.4 ઓવરમાં 248 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 38.4 ઓવરમાં છ વિકેટે 251 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. હવે, ટીમ ઈન્ડિયા બીજી વનડેમાં જીત મેળવીને અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. આ મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે.
ભારતે પહેલી વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. નાગપુરના VCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. બીજી વનડે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત તરફથી શુભમન ગિલે 87, શ્રેયસ ઐયરે 59 અને અક્ષર પટેલે 52 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 અને જેકબ બેથેલે 51 રન બનાવ્યા. આદિલ રશીદ અને સાકિબ મહમૂદે 2-2 વિકેટ લીધી. 39મી ઓવરના ચોથા બોલ પર રવિન્દ્ર જાડેજાએ સાકિબ મહમૂદ સામે ચોગ્ગો ફટકાર્યો. આ સાથે ટીમે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. જાડેજા 12 રન બનાવીને અણનમ રહ્યો જ્યારે હાર્દિક પંડ્યા 9 રન બનાવીને અણનમ રહ્યો.
ઈંગ્લેન્ડના સ્કોરના જવાબમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત પણ કંઈ ખાસ નહોતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડી 19 રનની અંદર પેવેલિયન પરત ફરી હતી. આ પછી ઐય્યર અને ગિલે જવાબદારી સંભાળી અને ટીમનો સ્કોર 100 રનથી વધુ લઈ ગયા. આ દરમિયાન ઐય્યર 30 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યો. જોકે થોડા સમય પછી ઐયર પેવેલિયન પાછો ફર્યો. શ્રેયસ ઐયરના આઉટ થયા પછી ગિલ અને અક્ષર પટેલે બાજી સંભાળી અને સદીની ભાગીદારી કરીને ભારતને વિજયની નજીક પહોંચાડ્યું. જોકે અક્ષર વિજયની નજીક 52 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. આ પછી કેએલ પણ 2 રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે ટીમ ઈન્ડિયા જીતથી 14 રન દૂર હતી, ત્યારે શુભમન ગિલ મોટો શોટ મારવાના કારણે તેની સદી ચૂકી ગયો. આ પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટીમને 14 મહિના પછી ODI માં પહેલી જીત મળી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2023 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની છેલ્લી ODI મેચ જીતી હતી. આ સેમિફાઇનલ મેચ હતી જેમાં જીત બાદ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં ટિકિટ મળી હતી. જોકે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાનું ચૂકી ગઈ. આ પછી ટીમ ઈન્ડિયાએ ઓગસ્ટ 2024 માં એક ODI શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો પરંતુ 3 મેચની શ્રેણી 0-2 થી હારી ગઈ હતી. આ ટીમ ઈન્ડિયાની વર્ષ 2024 માં એકમાત્ર ODI શ્રેણી હતી. હવે 6 મહિના પછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણી રમી રહી છે અને તેણે એક મેચ જીતી લીધી છે.
