Sports

IND vs BAN: બાંગ્લાદેશે ભારતને 266 રનનો લક્ષ્યાંક આપ્યો, શાકિબ-તૌફિકે કર્યુ કમાલ

નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચેની એશિયા કપની (Asia cup2023) સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે એશિયા કપ 2023ની છેલ્લી સુપર ફોર મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જો કે આ ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.

બાંગ્લાદેશ સામેની આ મેચમાં વિરાટ કોહલી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો. તેમની જગ્યાએ તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી છે. એશિયા કપ 2023 ટૂર્નામેન્ટમાં સૂર્ય અને પ્રસિદ્ધની આ પ્રથમ મેચ છે. તિલક વર્માને પણ વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. તિલકે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. તિલક ભારત તરફથી ODI રમનાર 251મો ખેલાડી બની ગયો છે. તિલક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

નસુમ અહેમદની સારી ઇનિંગનો અંત આવી ગયો છે. નાસુને પ્રસિદ્ધ કૃષ્ણએ બોલ્ડ કર્યો હતો. નાસુમે 44 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશનો સ્કોર 8 વિકેટે 238 રન હતો. 50 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. શાકિબ અલ હસનને શાર્દુલ ઠાકુરે બોલ્ડ કર્યો હતો. શાકિબે 85 બોલમાં 80 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશનો સ્કોર 33.4 ઓવર પછી પાંચ વિકેટે 160 રન છે. 40.5 ઓવરની રમત સમાપ્ત થયા બાદ બાંગ્લાદેશનો સ્કોર છ વિકેટે 193 રન હતો. તૌફિક હૃદયોય 54 અને નસુમ અહેમદ 18 રને રમી રહ્યા હતા.

27 ઓવર પછી બાંગ્લાદેશે ચાર વિકેટ ગુમાવીને 125 રન બનાવી લીધા છે. કેપ્ટન શાકિબ અલ હસને પોતાની ODI કારકિર્દીની 55મી અડધી સદી ફટકારી હતી. તે હાલમાં 67 બોલમાં 60 રન બનાવ્યા બાદ ક્રિઝ પર છે અને તૌહિદ હૃદયે 26 રન બનાવ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ છે.

શ્રેયસ અય્યરને લઈને BCCIનું સત્તાવાર નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામે રમ્યો નહોતો. પાકિસ્તાન સામેની સુપર ફોર મેચ પહેલા શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી, ત્યાર બાદ તેના સ્થાને કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશ સામે ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ (વિકેટકીપર), તનઝીમ હસન તમીમ, ઈનામુલ હક, શાકિબ અલ હસન (કેપ્ટન), તૌહીદ હૃદય, શમીમ હુસૈન, મેહદી હસન મિરાજ, મહેદી હસન, નસુમ અહેમદ, તનઝીમ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમા.

Most Popular

To Top