અનિલ અને ટીના અંબાણીના (Anil Teena Ambani) પુત્ર અનમોલ અંબાની (Anmol Ambani) ગઈ કાલે ક્રિશા શાહ સાથે સાત ફેરા લઈ લગ્નના (Marriage) બંધનમાં બંધાઈ ગયા છે. તે બંનેની સગાઈ ડિસેમ્બર 2021માં થઈ હતી. 20 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સમારોહમાં જય અનમોલ અને ક્રિશા શાહના લગ્ન થયા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. બારાતમાં અંબાણી પરિવાર સાથે જય અનમોલના મિત્રો અને સંબંધીઓ જોરદાર ડાન્સ (Dance) કરતા જોવા મળ્યા હતા. જયાં લગ્ન સ્થળને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. હાલમાં તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી રહી છે. અનમોલ અને ક્રિશા બંને તેમના ખાસ દિવસે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલે આખરે ગઈ કાલે તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે લગ્ન કરી લીધા છે. અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી ક્રિશા શાહ સાથેના લગ્નને લઈને ઘણા દિવસોથી ચર્ચામાં રહ્યા હતા. જો કે અનમોલ અથવા તેના પરિવાર દ્વારા લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ હવે અનમોલ અને ક્રિશા શાહના લગ્નની તસવીર સામે આવી રહી છે, જેણે પુષ્ટિ કરી છે કે અંબાણી પરિવારનું આ ખૂબ જ પ્રિય કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. અનમોલે તેના લગ્ન માટે હળવા ગ્રે કલરની શેરવાની પહેરી હતી. ક્રિશા શાહ લાલ હેવી સિલ્વર જરદોઝી લહેંગામાં અદભૂત દેખાતી હતી. અનમોલ અંબાણી અને ક્રિશા શાહની જયમાલ સમયની તસ્વીરમાં બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા હતા. જયમાલ પછી ક્રિશાએ તેની સેલ્ફી શેર કરી હતી. દુલ્હનના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
અનિલ અને ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના લગ્નમાં બોલિવૂડના અભિષેક બચ્ચન, નતાશા નંદા, પિંકી રેડ્ડી જેવી ઘણી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. પિંકી રેડ્ડીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ટીના અંબાણી પણ પુત્રના લગ્નમાં હસતા અને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસ્વીરોમાં નીતા અંબાણી અને ટીના અંબાણી સાથે બેસેલા જોવા મળી રહ્યા હતા. મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીએ પણ લગ્નમાં હાજરી આપી હતી. તેમના બંને બહેનો એક જ રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે જય અનમોલ અને ક્રિશા શાહના લગ્ન 20 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સમારોહમાં થયા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.