સ્વતંત્ર ભારત અને કોમનવેલ્થ દેશો

19 અને 20 મી સદીમાં વિશ્વના ઘણા મોટા ભાગ પર બ્રિટિશરોનું એટલે કે બ્રિટનનાં રાજા અને રાણીનું રાજ હતું. એ  બધા ગુલામ દેશો વારાફરતી બ્રિટનના શાસનમાંથી મુક્ત થયા ને સ્વતંત્ર રાષ્ટ્ર ઘોષિત થયા. પરંતુ બ્રિટનની-બ્રિટનની રાણીની સત્તાની લોલુપતા વિલુપ્ત નહીં થઈ.  બ્રિટને  જે દેશો પર એનું શાસન હતું એ દેશોનું એક મંડળ રચ્યું, જેને નામ આપ્યું Common Wealth-કોમનવેલ્થ.  કોની wealth-સંપત્તિ? તો કહે બ્રિટનની રાણીની….મતલબ,  દેશો ભલે સ્વતંત્ર થયા પરંતુ એ બધા હજુ પણ બ્રિટનની રાણીની સામાન્ય સપંત્તિ જ છે. મતલબ, હજુ પણ પરોક્ષ રીતે ગુલામીનો સ્વીકાર જ છે. કોમનવેલ્થ શબ્દમાં ગુલામીની દુર્ગંધ આવે છે. સ્વતંત્ર ભારતે આ કોમનવેલ્થ દેશોના સંગઠનમાંથી વહેલી તકે છૂટા થઈ જવું જોઈએ એવું નથી લાગતું?  આપણે હજુ પણ બ્રિટનનું કે બ્રિટનની રાણીનું પરોક્ષ આધિપત્ય પણ શું કામ સ્વીકારવું જોઈએ? ગુલામીના પોષક એવા કોમનવેલ્થ સંગઠનમાંથી ભારતે અમેરિકાની જેમ નીકળી જવું જોઈએ.
નવસારી   – જિજ્ઞેશ સી.પારેખ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top