મુંબઈ :- ભારતમાં(India) દેશની પહેલી AI યુનિવર્સિટી(University) શરૂ થવા જઈ રહી છે. આ યુનિવર્સિટીમાં AIનો સંપુર્ણ અભ્યાસ કરાવવામાં આવશે. યુનિવર્સિટીમાં હાય ટેક ક્લાસ રૂમ(Hi-Tech Class Room), સુપર કોમ્પ્યુટર(super computer) અને વર્ચુઅલ રિયાલિટી(Virtual reality) ડિવાઈસની મદદથી અભ્યાસ કરાવવામાં આવશે. આ યુનિવર્સિટી મુંબઈમાં(Mumbai) બની છે. અહીં આગામી તા. 1 ઓગસ્ટથી અભ્યાસક્રમ શરૂ થાય તેવી શક્યતા છે.
AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 2023ની શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. AIની મદદથી બનાવવામાં આવેલા ફોટઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે. ત્યારે હવે દેશમાં AI યુનિવર્સિટી બનવા જઈ રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પહેલી AI યુનિવર્સિટી બનશે. આ યુનિવર્સિટીમાં અભ્યાસમાં AI સાધનોના ઉપયોગથી કરાવવામાં આવશે. જેમાં ભવિષ્યની ટેકનોલોજી માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સ કરાવવામાં આવશે.
જો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સંચાલિત ટેક્નોલોજી વિશ્વને બદલવા અને માનવ ઈતિહાસને રૂપાંતરિત કરવા માટે તૈયાર છે. અર્ટિફિશિયલ ટેક્નોલોજી માનવ બુદ્ધિને પૂરક બનાવવા અને સામાજિક-આર્થિક સમસ્યાઓ સામે લડવા માટે પુષ્કળ તકો પ્રદાન કરે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભૂત અને શક્તિશાળી શોધ છે, જેના કારણે માનવ સભ્યતા વધુ વિકસિત થઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિજ્ઞાનની એક એવી શાખા છે, જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે, જે મનુષ્યની જેમ વિચારીને નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.
સામાન્ય રીતે લોકો AI નો અર્થ કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતાને સમજે છે. પરંતુ વાસ્તવમાં તે ડેટા મેનેજમેન્ટ અને મેનીપ્યુલેશન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયરિંગની ઘણી શાખાઓ છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, રોબોટિક્સ, ગણિત વગેરેને જોડીને બનાવવામાં આવે છે. આમાં, કમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ વિવિધ પરિસ્થિતિઓ અનુસાર તેના પ્રતિભાવને પસંદ કરવામાં આવે છે.
જો વાત કરીએ તો દેશમાં અર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો સંપુર્ણ કોર્સ કરાવતી કોઈ કોલેજ કે યુનિવર્સિટી નથી. હૈદરાબાદ, ગુડગાંવ, બેંગ્લોર જેવા શહેરોમાં અર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના ભાગે રૂપેના કોર્સ કરાવવામાં આવે છે. આ યુનિવર્સિટી દેશની પહેલી એવી યુનિવર્સિટી બનશે જે અર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો સંપુર્ણ કોર્સ એક જગ્યાએ અને એક યુનિવર્સિટીમાં કરાવવામાં આવશે. આ યુનિવર્સિટીમાં દરેક વિષય ભણાવવા માટે AI સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે.