Sports

IND vs SA: રાંચી વનડેમાં ભારતની 17 રનથી શાનદાર જીત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરિઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર 17 રને જીત મેળવી છે. રોમાંચથી ભરેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે સારી લડત આપી હોવા છતાં 332 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોહલીની 135 રનની પારી
ભારત માટે આ મેચમાં સૌથી તેજસ્વી તારો રહ્યાં વિરાટ કોહલી. કિંગ કોહલીએ 120 બોલમાં 135 રનની ધમાકેદાર સદી ફટકારી હતી. તેમની ઇનિંગમાં 10થી વધુ બાઉન્ડરી અને શાનદાર ટાઈમિંગનો સમાવેશ હતો.

રોહિત શર્માએ પણ 57 રનનું યોગદાન આપ્યું જ્યારે કે.એલ. રાહુલે 56 બોલમાં 60 રન બનાવતાં ટીમને સ્થિરતા આપી.

ભારતની બોલિંગ – કુલદીપે ફેરવી મેચ
બોલિંગમાં કુલદીપ યાદવએ પોતાના સ્પિનના જાદૂથી સાઉથ આફ્રિકાને મોટા સ્કોરમાં જવા દીધું નહીં. તેમણે 10 ઓવરમાં 68 રનમાં 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી લીધી હતી. તેમજ હર્ષિત રાણા 3 વિકેટ સાથે તેજસ્વી દેખાયા જ્યારે અર્શદીપ સિંહે 2 અને પ્રસિધ કૃષ્ણાએ 1 વિકેટ મેળવી.

સાઉથ આફ્રિકાની ઇનિંગ
350 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન એડન માર્કરામ માત્ર 7 રન પર આઉટ રિકલ્ટન અને ડી કોક બન્ને શૂન્ય પર આઉટ થયા હતા.

જો કે મધ્યક્રમમાં મેથ્યુ બ્રિત્ઝ્કે (72), કોર્બિન બોશ (67) અને અંતમાં માર્કો યાન્સન (70)એ ટીમને સંઘર્ષમાં રાખી પરંતુ અંતિમ ઓવરમાં દબાણ વધતા આખી ટીમ 332 રનમાં સીમિત થઈ ગઈ.

રોહિતના છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ
આ મેચમાં 3 છગ્ગા ફટકારી રોહિત શર્માએ વનડે ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો. તેમણે શાહિદ આફ્રિદીનો રેકોર્ડ પાછળ છોડ્યો.

વિરાટ કોહલી –રેકોર્ડ્સની નવી સિદ્ધિ
કોહલીએ આ મેચમાં કારકિર્દીની 83મી અને વનડેની 52મી સદી ફટકારી. આ સાથે તેઓ કોઈ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે.

Most Popular

To Top