Sports

IND vs PAK: પાકિસ્તાન ફરી પટકાયું, ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવી પરંપરા જાળવી

પાકિસ્તાન ભારત સામે ક્રિકેટના મેદાનમાં ફરી પટકાયું છે. રવિવારે કોલંબોના મેદાન પર ૧૭૬ રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 18 ઓવરમાં 114 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ આ ભારતનો પાકિસ્તાન પર સૌથી મોટો વિજય છે. આ જીત સાથે, ભારતીય ટીમ સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમ સતત ત્રણ જીત સાથે ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પાકિસ્તાન તરફે ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત તરફથી ઇશાન કિશને 40 બોલમાં 77 રન બનાવ્યા હતા જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

શાદાબ ખાન (૧૪ રન) તિલક વર્માની ઇનિંગના પહેલા બોલ પર શિવમ દુબેના હાથે કેચ આઉટ થયો. કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝ (૪ રન) ની વિકેટ લીધી હતી. અક્ષર પટેલે ઉસ્માન ખાન (૪૪ રન) અને બાબર આઝમ (૫ રન) ની વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે સલમાન અલી આગા (૬ રન) અને સૈમ અયુબ (૬ રન) ને આઉટ કર્યા. હાર્દિક પંડ્યાએ સાહિબજાદા ફરહાન (૦) ને આઉટ કર્યા.

અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૫ રન બનાવ્યા. ઇશાન કિશને ૪૦ બોલમાં ૭૭ રન બનાવ્યા. આ ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૨ રન બનાવ્યા. સૈમ અયુબે ૩ વિકેટ લીધી.

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 175 રન બનાવ્યા. ઇશાન કિશને 40 બોલમાં 77 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ઇશાન ઉપરાંત કેપ્ટન સૂર્યકુમાર યાદવે 31 રન બનાવ્યા. તિલક વર્માએ 25 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે 3 વિકેટ લીધી. કેપ્ટન સલમાન અલી આગા, ઉસ્માન તારિક અને શાહીન શાહ આફ્રિદીએ એક-એક વિકેટ લીધી.

પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવર પછી 7 વિકેટે 176 રન બનાવ્યા. રિંકુ સિંહ 11 રન બનાવી અણનમ રહ્યો. પાકિસ્તાનને હવે આ મેચ જીતવા માટે 176 રન બનાવવાની જરૂર હતી. શિવમ દુબે 17 બોલમાં 27 રન બનાવ્યા બાદ છેલ્લી ઓવરના પાંચમા બોલે આઉટ થયો. અક્ષર પટેલ છેલ્લા બોલે ગોલ્ડન ડક આઉટ થયો.

પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરતના ભાગળ વિસ્તારમાં લોકોએ ઉજવણી કરી
ભારત પાકિસ્તાન મેચ હોય તે દિવસ ભારત જીતે અને સુરતના ભાગળ વિસ્તારમાં જશ્ન ન થાય તેવું કેમ બને. રવિવારે ભારતે પાકિસ્તાનને હરાવી મેચ જીતી લીધી. પાકિસ્તાનનો બેટિંગ ઓર્ડર એક પછી એક લડખડાઈ રહ્યો હતો. તેને જોતા જ સુરતીઓને અંદાજો આવી ગયો હતો કે જીત આપણી છે. આ જ કારણ છે કે ફાઈનલ રિઝલ્ટ આવે તે પહેલાં જ લોકો ભાગળ પર એકઠા થવા લાગ્યા હતા. જોકે આ દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો.

Most Popular

To Top