Sports

IND vs PAK: ફાઇનલ પહેલા ICC એ પાકિસ્તાની ખેલાડીને આ મોટી સજા ફટકારી

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025 ની સુપર ફોર મેચ પાકિસ્તાન સામે 6 વિકેટથી જીતી. આ મેચ દરમિયાન પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને હરિસ રઉફે અયોગ્ય હાવભાવ કર્યા અને ઉશ્કેરણીજનક ઉજવણી કરી હતી. ત્યારબાદ BCCI એ આ ખેલાડીઓની ICC ને જાણ કરી. ICC ની સુનાવણી બાદ બંને પાકિસ્તાની ખેલાડીઓ ICC આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘન માટે દોષિત ઠર્યા. ICC એ હવે ફાઇનલ મેચ પહેલા હરિસ રઉફ સામે કાર્યવાહી કરી છે.

ICC ની સુનાવણી બાદ હરિસ રઉફને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે સીમા રેખા પાસે ઉભા રહીને અયોગ્ય હાવભાવ કર્યા હતા. મેચ દરમિયાન તેનો અભિષેક શર્મા સાથે પણ ઝઘડો થયો હતો. હવે તેને તેના કૃત્યોની કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ સાહિબજાદા ફરહાને ભારત સામેની મેચમાં અડધી સદી ફટકારી અને પછી પોતાના બેટથી બંદૂક ચલાવીને ઉજવણી કરી. તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમે સતત પાંચ મેચ જીતી
ભારત અને પાકિસ્તાને વર્તમાન એશિયા કપમાં બે મેચ રમી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં 7 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ સુપર ફોરમાં તેઓએ પડોશી પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપ 2025 માં સતત પાંચ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ પાકિસ્તાન વર્તમાન ટુર્નામેન્ટમાં બે મેચ હારી ગયું છે અને ફાઇનલમાં પણ પહોંચ્યું છે.

ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં પહેવાલ સામસામે
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપ 2025 ની ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ ટુર્નામેન્ટની પહેલી આવૃત્તિ 1984 માં રમાઈ હતી. ત્યારબાદ હવે ફાઇનલમાં IND vs PAK મેચ શક્ય બની છે.

Most Popular

To Top