એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન (Bharat Pakistan) વચ્ચે શનિવારે બપોરે ક્રિકેટ (Cricket) મેચનો મુકાબલો શરૂ થયો. કેન્ડીના પલ્લેકલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને આવી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મોટો ફટકો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વિકેટ 15ના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. જોકે ફક્ત ચાર રન બનાવી વિરાટ કોહલી પણ બોલ્ડ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને ઇશાન કિશને મજબૂત બેટિંગ કરી અર્ધસદી ફટકારી હતી.
આ પહેલાં ભારે વરસાદને (Rain) કારણે પ્રથમ દાવની 4.2 ઓવર બાદ મેચ રોકી દેવામાં આવી હતી. સમગ્ર મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું હતું. જોકે થોડી વારમાં જ વરસાદ અટકી જતા રોહિત અને ગિલ મેદાન પર ઉતર્યા હતા. આ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માએ શાહીન આફ્રિદીની બોલ પર લેગ સાઇડ પર શાનદાર ફોર ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. શાહિને પ્રથમ ઓવરમાં બે બોલ પર રોહિતને પરેશાન કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વિકેટ 15ના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. જોકે ફક્ત ચાર રન બનાવી વિરાટ કોહલી પણ બોલ્ડ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે 48ના સ્કોર પર શ્રેયસ અય્યર પણ 9 રન બનાવી આઉટ થઈ ગયો હતો. 20 ઓવર પહેલાં જ ચાર વિકેટ પડી જતાં ટીમ ઇન્ડિયા ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં વરસાદના કારણે ફરી એકવાર વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. 11.2 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 51/3 હતો. વરસાદ બંધ થયા બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો પડ્યો હતો. ભારત તરફથી ઓપનર શુભમન ગિલ ધીમી ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 10 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાળતા ઈશાન કિશને 82 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 48 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઈશાન કિશન બેટિંગ કરવા આવ્યો હતો. મેચના નિર્ણાયક સમયે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યા 44મી ઓવરના પહેલા બોલ પર શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. શાહીનના બોલ પર આગા સલમાને તેનો કેચ લીધો હતો. હાર્દિક પાસે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારવાની તક હતી, પરંતુ તે 87 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે 90 બોલનો સામનો કર્યો હતો. હાર્દિકે સાત ચોગ્ગા ફટકાર્યા હતા તેણે એક સિક્સર પણ ફટકારી હતી.
શાહિને 44મી ઓવરના પહેલા બોલ પર હાર્દિકને આઉટ કર્યો હતો. આ ઓવરના છઠ્ઠા બોલ પર રવિન્દ્ર જાડેજા પેવેલિયન પરત ફર્યો હતો. તેના પછી નસીમ શાહે 45મી ઓવરના પહેલા બોલ પર શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો હતો. જાડેજા 22 બોલમાં 14 રન બનાવીને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે નસીમ શાહે શાર્દુલને શાદાબ ખાનના હાથે કેચ કરાવ્યો હતો. ભારતે 45 ઓવરમાં આઠ વિકેટે 246 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 14 તેમજ જસપ્રિત બુમરાહે 16 રન બનાવ્યા હતા.
ચાહકો ઘણા સમયથી ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચની રાહ જોઈ રહ્યા હતા. બંને ટીમો ખૂબ જ સારી લયમાં છે. જોકે આ દરમ્યાન આજે ભારે વરસાદની અપેક્ષા હતી. જણાવી દઈએ કે ગ્રુપ Aમાં આ એડિશનમાં ભારતની આ પ્રથમ મેચ છે. જ્યારે પાકિસ્તાનની ટીમ તેની બીજી મેચ રમી રહી છે. તેણે પ્રથમ મેચમાં નેપાળને હરાવ્યું હતું. આ બંને કટ્ટર હરીફો વચ્ચે છેલ્લી ODI મેચ 2019 ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ જીતી હતી. બીજી તરફ જો તમે છેલ્લી 10 ODIના આંકડાઓ પર એક નજર નાંખો તો ભારતનું પલડું ભારે છે. ટીમ ઈન્ડિયાએ દસમાંથી સાત મેચ જીતી છે જ્યારે પાકિસ્તાનને ત્રણમાં સફળતા મળી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.