Sports

IND vs NZ LIVE: 46 ઓવરના અંતે ભારતનો સ્કોર 231/5, ભારત જીત તરફ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ 09 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડએ પણ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી 3 જીતી છે અને ભારતથી એક હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમે 18 ઓવરમાં એક વિકેટે 106 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી છે. રોહિતે ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી છે. શુભમન ગિલે 31 રન બનાવી સેન્ટનરની બોલ પર ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો. તે સમયે ટીમનો સ્કોર 105 રન હતો. ભારતે બીજી વિકેટ પણ ખુબજ ઝડપથી ગુમાવી હતી. 19મી ઓવરમાં વિરાટ કોહલી ફક્ત 1 રન બનાવી આઉટ થયો હતો. માઈકલ બ્રેસવેલે તેને એલબીડબલ્યૂ કર્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે 252 રનના લક્ષ્યનો પીછો કરી રહી છે. આઠમી ઓવરમાં ભારતે 50 રન બનાવી લીધી હતા. ટીમે 9 ઓવરમાં કોઈ નુકસાન વિના 60 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર છે. બંનેએ પચાસ રનની ભાગીદારી કરી છે.

ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 252 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ તરફથી ડેરિલ મિશેલે સૌથી વધુ 63 રન બનાવ્યા જ્યારે માઈકલ બ્રેસવેલે 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. મિશેલે ગ્લેન ફિલિપ્સ (34) સાથે 57 અને માઈકલ બ્રેસવેલ સાથે 47 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. રચિન રવિન્દ્ર 37, વિલ યંગ 15 અને કેન વિલિયમસને 11 રન જ બનાવી શક્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને મો. શમીએ 1-1 વિકેટ મેળવી.

ન્યૂઝીલેન્ડને 38મી ઓવરમાં પાંચમો ફટકો પડ્યો. વરુણ ચક્રવર્તીએ ગ્લેન ફિલિપ્સને ક્લીન બોલ્ડ કર્યો. તે ફક્ત 34 રન જ બનાવી શક્યો. હાલમાં ડેરિલ મિશેલ અને માઈકલ બ્રેસવેલ ક્રીઝ પર છે. વરુણ માટે આ બીજી સફળતા હતી. અગાઉ તેણે વિલ યંગને આઉટ કર્યો હતો. મિશેલ અને ફિલિપ્સ વચ્ચે 57 રનની ભાગીદારી થઈ. 38 ઓવર પછી કિવી ટીમનો સ્કોર 5 વિકેટે 165 રન છે.

ન્યુઝીલેન્ડની ટીમે 19.2 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો છે. કિવી ટીમના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. ડેરિલ મિશેલ 17 રન અને ટોમ લેથમ 11 રન સાથે ક્રીઝ પર છે. સારી શરૂઆત મેળવ્યા પછી ન્યુઝીલેન્ડનો દાવ અહીંથી લથડી રહ્યો હોય તેવું લાગે છે. આ પહેલા 15 ઓવરના અંત સુધીમાં કિવી ટીમે 3 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કિવી ટીમની પહેલી વિકેટ 8મી ઓવરમાં 57 રનના સ્કોર પર પડી. વરુણ ચક્રવર્તીએ ભારતને પહેલી સફળતા અપાવી. વરુણ ચક્રવર્તીએ વિલ યંગને LBW આઉટ કર્યો. તે 23 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. જ્યારે 11મી ઓવરના પહેલા બોલ પર ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી ગઈ. કુલદીપ યાદવે રચિન રવિન્દ્રને બોલ્ડ કર્યો. તે 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો. કિવી ટીમે 69 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી.

રચિન રવિન્દ્રને 3 જીવનદાન મળ્યા હતા. 8મી ઓવરમાં શ્રેયસ ઐયરે મિડવિકેટ પર તેનો કેચ છોડી દીધો. આ જ ઓવરમાં રિવ્યૂ લઈને તેને આઉટ થવાથી બચાવી લેવામાં આવ્યો. શમીએ 7મી ઓવરમાં તેનો કેચ છોડી દીધો. રચિને 4 ચોગ્ગા ફટકાર્યા છે. વિલ યંગ 15 રન બનાવીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો. 8 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 58/1 હતો. રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસન ક્રીઝ પર છે.

મેટ હેનરી ઈજાને કારણે રમી રહ્યો નથી. તેના સ્થાને નાથન સ્મિથને તક આપવામાં આવી છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા 44 રનથી જીતી ગઈ હતી. ભારત અત્યાર સુધી અહીં એક પણ વનડે મેચ હાર્યું નથી. ટીમે 10 મેચ રમી અને 9 જીતી જ્યારે એક મેચ ટાઇ થઈ હતી. અહીં સ્પિનરો ધીમી પિચ પર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

Most Popular

To Top