કાનપૂર: ભારત અને ન્યુઝીલેન્ડ (India Newzealand) વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ (First Test) મેચના ત્રીજા દિવસે બીજા સેશનમાં ભારતે જોરદાર વાપસી કરી હતી. બીજા સેશનમાં ભારતે ન્યુઝીલેન્ડના 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ચા પહેલા રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) કીવી ટીમની છઠ્ઠી વિકેટ પાડી હતી. તેણે રચિન રવિન્દ્રને (Rachin Ravindra) શાનદાર બોલ પર બોલ્ડ (Bold) કર્યો હતો. રવિન્દ્રએ રચિન રવિન્દ્રને આઉટ (Out) કર્યા પછી, લોકોએ ટ્વીટર (Tweeter) પર રમૂજી ટિપ્પણીઓ (Comments) અને મીમ્સ (Memes) શેર (Share) કર્યા હતા.
કિવી ઇનિંગ્સની 111મી ઓવરના ચોથા બોલ પર જાડેજાએ રચિન રવિન્દ્રને તેની સ્પિનની જાળમાં ફસાવીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જાડેજાએ 94.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બોલ ફેંક્યો હતો. તમને જણાવી દઈએ કે કિવી ટીમના બેટ્સમેન રચિન રવિન્દ્રના નામ પાછળ ભારતીય કનેક્શન છે. રચિનના પિતા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના મોટા પ્રશંસક હતા. તેથી તેમણે તે બે ખેલાડીઓના નામ ભેળવીને પોતાના પુત્રનું નામ રચિન રાખ્યું.
પહેલી ટેસ્ટનો ત્રીજો દિવસ: ન્યૂઝીલેન્ડ 296માં ઓલઆઉટ, ભારત 1 વિકેટ ગુમાવી 14 રને રમતમાં
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 14 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા 9 અને મયંક અગ્રવાલ 4 રન બનાવીને અણનમ છે. આ પહેલા કિવી ટીમનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પ્રથમ દાવના આધારે 49 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી હતી. કિવી ટીમ તરફથી ટોમ લાથમે સૌથી વધુ 95 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા હતા.
અક્ષર પટેલની સ્પીનનો જાદૂ ચાલ્યો, 5 કિવી બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય સ્પિનર અક્ષર પટેલનો જાદુ જોવા મળ્યો. આ મેચના બીજા દિવસે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી પાછળ હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ મેચના ત્રીજા દિવસે અક્ષરના નેતૃત્વમાં સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી, જેના પર ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન અક્ષરે ટિમ સાઉથીને ક્લીન બોલ્ડ કરતાની સાથે જ આ ઈનિંગમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી લીધી હતી. પાંચ વિકેટનો આ હોલ તેના માટે ખૂબ જ ખાસ છે. અક્ષરે કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે બપોરના સત્રમાં ત્રણ વિકેટ ઝડપીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. રોસ ટેલર, હેનરી નિકોલ્સ અને ટોમ લાથમને અક્ષરે આઉટ કર્યા. તેણે 11 ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપ્યા હતા. અગાઉ ન્યૂઝીલેન્ડ 214 રનમાં બે વિકેટે સારી સ્થિતિમાં હતું, પરંતુ 227 રનના સ્કોર સુધી પહોંચતા સુધીમાં તેની પાંચ વિકેટ પડી ગઈ હતી.