ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની છેલ્લી લીગ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ભારતીય ટીમે 14 ઓવરમાં ત્રણ વિકેટે 44 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ ક્રીઝ પર છે. જોકે આ પહેલા ભારતે 3 વિકેટ ગુમાવી દીધી છે. રોહિત, ગિલ અને વિરાટ ભારતના 30 રનના સ્કોરની અંદર જ આઉટ થઈ ગયા છે.
વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયો હતો. મેટ હેનરીના બોલ પર ગ્લેન ફિલિપ્સે તેનો કેચ આઉટ કરાવ્યો. ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદીને પોઇન્ટ તરફ શાનદાર કેચ પકડ્યો. રોહિત શર્માએ પણ 15 જ રન બનાવ્યા હતા. તેને કાયલ જેમિસન દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો અને શુભમન ગિલ 2 રન બનાવીને મેટ હેનરી દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો હતો.
ડેરિલ મિશેલ ટીમમાં પરત ફર્યો છે. હર્ષિત રાણાના સ્થાને વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. વિજેતા ટીમ ગ્રુપ સ્ટેજમાં ટેબલ ટોપર તરીકે સમાપ્ત કરશે અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. હારનારી ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ વિરાટ કોહલીનો 300મો વનડે મેચ હશે.
આ પહેલા ભારતને સાતમી ઓવરમાં 30 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડ્યો હતો. મેટ હેનરીએ વિરાટ કોહલીને પોઈન્ટ પર કેચ કરાવ્યો હતો. ફિલિપ્સે હવામાં ઉડતી વખતે એક હાથે બીજો શાનદાર કેચ પકડ્યો. કોહલી ફક્ત 11 રન બનાવી શક્યો હતો. સાત ઓવર પછી ભારતનો સ્કોર 30/3 હતો.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાઇલ જેમીસન અને વિલિયમ ઓરૂર્ક.
