નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ ગૂમાવી 109 રન બનાવ્યા હતા. ત્યારે બીજી ઈન્ગિંમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઘણી સાવધાની સાથે રમી રહી છે. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે પણ તેની 4 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા છે. તેની પાસે હાલમાં 47 રનની લીડ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ચારેય વિકેટ લીધી છે.
ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 12 રને એક વિકેટ ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ટ્રેવિસ હેડને 9 રને LBW આઉટ કર્યો હતો. જો કે ત્યાર બાદ ખ્વાજા અને લાબુશેને ટીમની ઈનિંગને સંભાળી હતી. ત્યાર બાદ ઉસ્માન ખ્વાદાએ પોતાની ફિફટી પૂરી કરી હતી. રવિન્દ્ર જાડેજા ફરી ત્રાટક્યો અને તેમે માર્નસ લાબુશેનને કિલ્ન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ તેણે ઉસ્માન ખ્વાજાને પણા આઉટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જ ચારેય વિકેટ ઝડપી હતી.
તમને જણાવી દઈએ કે ખરાબ ફોર્મના કારણે કેએલ રાહુલને પ્લેઈંગ-11માંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે તેના સ્થાને શુભમન ગિલને તક મળી છે. ટીમ ઈન્ડિયાએ ઈન્દોરમાં ઉમેશ યાદવને પણ ટીમમાં જગ્યા આપી છે કારણ કે પીચ ઝડપી બોલરોને મદદ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ કુનહેમેને પાંચ અને નાથન લિયોને 3 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાએ 109 રન બનાવ્યા
ભારતીય ટીમનો પ્રથમ દાવ 109 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ સામે ટીમ ઈન્ડિયા કંઈ કરી શકી ન હતી અને કોઈક રીતે આ સ્કોર બની ગયો હતો. ભારત માટે વિરાટ કોહલીએ આ ઇનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો, જે 22ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. અંતમાં ઉમેશ યાદવે 17 રન બનાવીને ટીમ ઈન્ડિયાને 100 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.
પ્રથમ દાવમાં ભારતનો ટોપ સ્કોરર
વિરાટ કોહલી – 22
શુભમન ગિલ – 21
એસ. ભરત – 17
ઉમેશ યાદવ – 17
વિરાટ કોહલીએ ટીમ તરફથી સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે 21 રન બનાવ્યા હતા. કે.એસ.ભરત અને ઉમેશ યાદવે 17-17 રન બનાવ્યા હતા. ઈન્ડોરની પેચ ટીમ ઈન્ડિયાને રાસ આવી ન હતી જેનો સીધો ફાયજ ઓસ્ટ્રેલિયાને થયો હતો. હવે બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ કોઈ જાદુ કરી શકે છે નહીં.
પ્રથમ સત્રની પ્રથમ મેચમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ વીક છે. મેચની શરૂઆતમાં રોહિત શર્મા, પુજાર પણ ફેલ રહ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 22 રન બનાવીને આઉટ થયો હતો. ટોડ મર્ફીએ એલબીડબલ્યુ તેને આઉટ કર્યો હતો. કોહલી 52 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. મેથ્યુ કુહનેમેને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે નાથન લિયોને બે વિકેટ ઝડપી હતી. ટોડ મર્ફીએ એક વિકેટ લીધી છે.