હૈદરાબાદ: હૈદરાબાદ(Hyderabad)ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા(ind vs aus) વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ(Last Match) રમાશે. 25 સપ્ટેમ્બરે યોજાનારી આ મેચ પહેલા ટિકિટ(ticket)ના વેચાણને લઈને ભારે હોબાળો(huge uproar) થયો હતો. લોકો ટિકિટ ખરીદવા માટે જીમખાના ગ્રાઉન્ડની બહાર એકઠા થયા હતા. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. ટિકિટ વેચાણ દરમિયાન અરાજકતા જોવા મળી હતી. આવી સ્થિતિમાં ક્રિકેટપ્રેમીઓને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ચાર લોકો ઘાયલ પણ થયા છે.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ચાહકો આખી રાત જીમખાના ગ્રાઉન્ડની બહાર લાઈનમાં ઉભા રહ્યા જેથી તેઓને વહેલી તકે ટિકિટ મળી શકે. કેટલાક ટ્વિટ અનુસાર, ચાહકો લગભગ 12 કલાક સુધી લાઇનમાં તેમના વારાની રાહ જોઈ રહ્યા હતા. ભારે ભીડને કારણે જામ પણ થયો હતો. જે બાદ પોલીસ બોલાવવી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખના રાજીનામાની માંગ
મળતી માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યાથી ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું હતું અને જોતા જ નાસભાગ મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર ચાહકો પણ પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જનો વિરોધ કરી રહ્યા છે. તેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખના રાજીનામાની પણ માંગ કરી રહ્યા છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે હૈદરાબાદમાં ડિસેમ્બર 2019 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. ઓનલાઈન ટિકિટનું વેચાણ થોડી જ મિનિટોમાં શરૂ થઈ ગયું હતું. તેમજ ગઈકાલે રાત સુધી ઓફલાઈન ટિકિટ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં એકાએક ટિકિટો વેચવાના નિર્ણયને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
લોકોએ મેનેજમેન્ટ પર રોષ ઠાલવો
સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. લોકો ટ્વીટ કરીને HCA અને તેના મેનેજમેન્ટની ટીકા કરી રહ્યા છે. લોકો કહે છે કે જ્યારે એચસીએ મેનેજમેન્ટ ઠીક કરી શકતું નથી ત્યારે તે ટિકિટ ઓફલાઈન કેમ વેચે છે?મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયાની ટીમે ચાર વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બીજી T20 નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.