Sports

Ind-Aus બીજી વન-ડે: ટીમ ઈન્ડિયા 117 પર ઓલઆઉટ, મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી

વિશાખાપટ્ટનમ: આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી છે. જો કે ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. કાંગારૂઓએ ભારતને 26 ઓવરમાં જ 117 રનમાં ઓલઆઉટ કરી દીધું. મિચેલ સ્ટાર્કે જ શરૂઆતમાં ભારતના ટૉપ ઓર્ડરનો ખાત્મો બોલાવી દીધો હતો.

50 રનની અંદર જ ટીમ ઈન્ડિયાની અડધી ટીમ પેવેલિયનમાં ફરી હતી. જ્યારે 100 રનની અંદર 7 વિકેટ ગૂમાવી હતી. ત્યારે બાદ કોહલી અને જાડેજાએ ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. નાથન એલિસે કોહલીને આઉટ કરી દેતા ફરી ધબડકો થયો હતો અને ધીમે ધીમે ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. તો સીન અબ્બોટે 3, જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 29 રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજા 16 રન કર્યા હતા.

સૌથી ઓછો ODI સ્કોર, ભારત-ઓસ્ટ્રેલિયા (ભારતમાં)
• ભારત- 117, વિશાખાપટ્ટનમ 2023
• ઓસ્ટ્રેલિયા – 141, અમદાવાદ, 1986
• ભારત- 148, વડોદરા 2007

સૌથી ઓછો ODI સ્કોર, ભારત-ઓસ્ટ્રેલિયા
• ભારત – 63, સિડની 1981
• ભારત – 100, સિડની 2000
• ઓસ્ટ્રેલિયા – 101, પર્થ 1991
• ભારત- 117, વિશાખાપટ્ટનમ 2023

શુભમન ગિલ ઝીરોમાં જ આઉટ થયો હતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. મિચેલ સ્ટાર્કે બીજી મેચમાં પોતાનું જાદુ ચાલપુ રાખતા પહેલા રોહિત શર્માને આઉટ કર્યો અને ત્યાર બાદ તરત જ બીજા બોલે સૂર્ય કુમાર યાદવને આઉટ કર્યો હતો. ત્યાર બાદ કેએલ રાહુલને પણ LBW આઉટ કર્યો હતો. સીન અબ્બોટે હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. સીન એબોટ હાર્દિક પંડ્યાને વોક કરે છે. હાર્દિકે સીન એબોટના બોલને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની કિનારી લઈને સ્લિપ કોર્ડનમાં ગયો જ્યાં સ્મિથે અદ્ભુત કેચ લીધો. ભારતીય ટીમની ખરાબ હાલત પ્રથમ મેચમાં પણ થઈ હતી અને તેણે 100 પહેલા પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આજે જવાબદારી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પર આવી ગઈ છે. 10.2 ઓવર પછી ભારતનો સ્કોર પાંચ વિકેટે 52 રન છે. ત્યાર બાદ કોહલી અને જાડેજાએ ઇનિંગને થોડી આગળ વધારી હતી અને સ્કોરબોર્ડને ફરતું રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં જ નાથન એલિસ ત્રાટક્યો હતો અને પહેલા કોહલી અને ત્યાર બાદ જાડેજાની વિકેટ લીધી હતી.

સતત આફ્ટરશોક્સ બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 100ને પાર થઈ ગયો છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ અત્યારે ક્રિઝ પર છે અને હવે ટીમ ઈન્ડિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શો જારી રહ્યો છે અને હવે 103ના સ્કોર પર 9 વિકેટ પડી ગઈ છે. સીન એબોટે સતત 2 બોલમાં 2 વિકેટ લીધી હતી, પહેલા કુલદીપ યાદવ અને બીજા જ બોલ પર મોહમ્મદ શમીએ તેની વિકેટ ગુમાવી દીધી હતી.

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માંથી બે ખેલાડીઓ બહાર રહ્યા છે. બીજી વનડે દરમિયાન વરસાદની સંભાવના છે, જેના કારણે બીજી બેટિંગ કરનાર ટીમ ફાયદામાં રહેશે. પ્રથમ મેચ પાંચ વિકેટે જીત્યા બાદ ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને શ્રેણી કબજે કરવાની સુવર્ણ તક છે. બીજી વનડે માટે કેપ્ટન રોહિત શર્માની વાપસી થઈ છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ મિચેલ સ્ટાર્કથી બચવું પડશે, જેણે પ્રથમ મેચમાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરી હતી. કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, મોહમ્મદ શમી અને જાડેજા પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

ઇન્ડિયા પ્લેઇંગ-11: ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ. શમી.

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11: ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, નાથન એલિસ, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

Most Popular

To Top