SURAT

સુરત શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિન માટેના સેન્ટર વધારી દેવાયા

સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers) સંખ્યા વધારી દીધી છે. આ અંગે વાતચીત કરતા સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જિલ્લામાં વેક્સિન માટે બાર કેન્દ્ર ચાલતા હતા. તે આવતીકાલથી પચ્ચીસ કરી દેવાયા છે. પ્રત્યેક કેન્દ્ર ઉપર સો-સો આરોગ્ય કર્મચારીઓને વેક્સિન માટે તેડાવાયા છે.

સુરત શહેરમાં પણ વેક્સિનેશન સેન્ટર્સ વધારી દેવાશે. આવતીકાલથી કુલ 80 સેન્ટરો પરથી વેક્સીનની કામગીરી કરાશે. આવતીકાલે 80 સ્થળો પરથી કુલ 7000 લોકોને વેક્સીન આપવામાં આવશે. એક સેન્ટર પર 80 થી 85 લોકોને આવરી લેવાશે. છેલ્લા 10 દિવસમાં મનપા દ્વારા પાંચ તબક્કામાં વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી છે. શરૂઆતમાં મનપા દ્વારા તૈયાર કરાયેલી યાદી પ્રમાણે 36,000 જેટલા હેલ્થ વર્કરોને (Health Workers) વેક્સીન આપવામાં આવી રહી છે. શહેરમાં પ્રથમ બે તબક્કામાં 18 સેન્ટરો પરથી વેક્સીન આપવામાં આવી હતી ત્યારબાદ સેન્ટરો વધારી 28 કરવામાં આવ્યા હતા અને હવે આવતીકાલથી મનપા દ્વારા કુલ 80 વેક્સીનેશન સેન્ટરો પરથી વેક્સીન આપવામાં આવશે.

શહેરમાં બુધવારે ફક્ત 41 કેસ નોંધાયા

સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિવાળી બાદથી શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં એક સમયે દરરોજ 200 થી વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં હવે ધરખમ ઘટાડો થયો છે. 26 મી જાન્યુઆરીએ શહેરમાં 69 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જે સંખ્યા સીધી અડધી થઈ બુધવારે શહેરમાં માત્ર 41 જ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. તેમજ છેલ્લા 2 દિવસમાં એક પણ મોત શહેરમાં નોંધાયુ ન હતું અને રીકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં અત્યારસુધીમાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 39,290 પર પહોંચી છે. તેમજ મૃત્યુઆંક 850 પર પહોંચ્યો છે. છેલ્ા બે દિવસમાં કુલ 141 દર્દીઓ સાજા થયા છે અને અત્યારસુધીમા કુલ 38,109 દર્દીઓ સાજા થયા છે. જે સાથે જ રીકવરી રેટ વધીને 96.99 ટકા પર પહોંચ્યો છે.

  • છેલ્લા બે દિવસમાં કયા ઝોનમાં કેટલા કેસ?
  • ઝોન પોઝિટિવ દર્દીની સંખ્યા
  • સેન્ટ્રલ 13
  • વરાછા-એ 14
  • વરાછા-બી 13
  • રાંદેર 20
  • કતારગામ 16
  • લિંબાયત 3
  • ઉધના 5
  • અઠવા 26

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 6 કેસ
સુરત જિલ્લામાં પણ કોરોનાની રફતાર ઢીલી પડી ગઇ છે. વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 6 કેસ પોઝિટિવ રજીર્સ્ટડ થયા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં 3, ઓલપાડમાં 1, કામરેજમાં 1 અને પલસાણામાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top