હવે શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો સજાગ બન્યાં છે ત્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે જુદા જુદા પ્રકારની કસરતો જરૂરી છે. આ બધી પ્રવૃત્તિઓમાં સૌથી શ્રેષ્ઠ કઈ? જવાબ મેળવવા માટે 2016માં વૈજ્ઞાનિકોએ પ્રયોગ તે મુજબ લોન ટેનિસ જેમાં એક કલાક લોન ટેનિસ રમવાથી લગભગ 600 કેલેરી જેટલો ઉપયોગ થાય છે. એટલે ટીમ કરતાં વ્યક્તિગત રમતો રમવાથી આપણને વધારે ફાયદો થાય એમ કહી શકાય. બેટમિંટન એક કલાક આ રમત રમવાથી લગભગ 600 કેલરી બળે છે.
ફૂટબોલ રમવાથી 500 કેલરી ઊર્જાનો ઉપયોગ થાય છે. સાયકલિંગ એ ખૂબ જ અગત્યની છે. 500 કેલેરી ઊર્જા દરરોજની બળે છે અને ચડાણના રસ્તે તો 700 કેલેરી ઊર્જાનો ઉપયોગ થાય છે. રોજ એક કલાક સ્વિમિંગ કરવાથી 700 કેલેરી ઊર્જાનો ઉપયોગ થાય છે. સૌથી વધારે શ્રમ આ રમતમાં પડે છે. આ પાંચમાંથી કોઈ એક નિયમિત રમવામાં આવે તો ફિટનેસ તો વધે છે સાથે ધીરજ,એકાગ્રતા, હાથ અને આંખનું સંકલન,ચપળતા,સંતુલન જેવા ગુણોનો વિકાસ થાય છે. તમે આમાંથી કંઈ ન કરતાં હો તો કોઈ પણ એક રમત આજથી જ શરૂ કરી દેજો.
મોટા વરાછા – યોગેન્દ્ર વી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહિલા કામદારો સામે જોખમ
આજકાલ કેટલાંક ક્ષેત્રોમાં મહિલા કામદારો – કર્મચારીઓની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરતાં કામ માટે ગોઠવાયેલી વ્યવસ્થાથી તેઓને સંતોષ નથી. આ હકીકત છે અને દરેકની પરિસ્થિતિ જ એવી છે કે, આર્થિક શોષણ, કામના અઠવાડિક કલાકો, સ્થળે મળતી સુવિધા અને જવા આવવા ટ્રાન્સ્પોર્ટેશન બાબતે સરકારશ્રીએ અને ખાસ તો ઉદ્યોગ વિભાગ, લેબર કમિશ્નરો, આરોગ્ય ક્ષેત્રના અધિકારોએ આ બાબતે જે વ્યથા હોય એના વિકલ્પો શોધી અસુવિધાઓથી મુકિત અપાવવી જોઈએ. ઉદ્યોગ, ધંધો, વેપાર કે અન્ય કામો સંભાળતા માલિકોની નજર હંમેશા નફા નુકસાન તરફ હોય છે. પરંતુ કામના ભારણ, શોષણ, અસુવિધાઓને લઈ મહિલા કામદારોની સ્થિતિમાં તુરંત સુધારો થાય તે સમયની માંગ છે. દુનિયામાં દરેક દેશોની વાતો હવે સહેલાઈથી તમારી સામે આવે છે.
દુનિયામાં કામના કલાકો -ઓવરવર્ક માટે આપણા દેશનાં ઔદ્યોગિક – વેપાર વાણિજય કે ખેતીમાં રોકાયેલાં કામદારોની સ્થિતિ માટે ટીકાઓ થાય છે. કેટલીક જગ્યાએ બેરોજગારીનો ગેરલાભ લેવાય છે અને ખાસ વાત હવે મજૂર મહાજન પ્રથા જ રહી નથી. કેટલાક એન.જી.ઓ. તથા કામદારોનાં મંડળો થોડા અંશે કામ કરે છે. પરંતુ આંતર રાષ્ટ્રીય ધોરણે આપણે પાછળ છીએ. સરકારમાં બેઠેલા જનપ્રતિનિધિઓ તથા શ્રમ અને રોજગાર વિભાગ આ અંગે માનવતા અને અમૂલ્ય માનવજીવન તરફ નજર નાંખે અને ઘટતું કરે એ દેશના હિતમાં રહેશે. સમાજનું અડધું નાજુક અને શ્રેષ્ઠ અંગ લકવાગ્રસ્ત બને તે પહેલાં આવી સ્થિતિનું નિર્માણ કરનારાઓ સામે આકરાં પગલાં ભરવાં હિતાવહ રહેશે. કામદાર મહિલાઓને વંદન.
નવસારી – મનુભાઈ દ. પોલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
