Vadodara

ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવના અને ઝાડાના કેસોમાં વધારો

વડોદરા:વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 3 કેસ મળી આવ્યા હતા. જ્યારે  ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 2,402 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1,611 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાના 18 કેસ સામે આવ્યા હતા. પાણીજન્ય રોગને કારણે 103 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.

જ્યારે મચ્છરજન્ય રોગોના 512 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 512 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 163 સેમ્પલમાંથી 3 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના નવીધરતી, નવાયાર્ડ માંથી કેસ મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 123 કેસો પૈકી 8 કેસ પોઝિટિવ આવ્યા હતા. શહેરના રામદેવનગર, યમુનામિલ, બાપોદ, પંચવટી, મકરપુરા, વારસિયા, માણેજા અને ગોત્રીમાંથી કેસ નોંધાયા હતા.તો બીજી તરફ મચ્છરોના કારણે 512 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 512 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

વિદેશમાંથી આવેલા 1743 પૈકી 445 પ્રવાસી પરત ફર્યા

વૈશ્વિક કોરોના મહામારી બાદ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ દહેશત મચાવી છે.દેશમાં અને રાજ્યમાં પણ એન્ટ્રી કરી દીધી છે.ત્યારે સાવચેતીના ભાગરૂપે હાલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ શંકાસ્પદ જણાઈ આવે તો હોસ્પિટલમાં દાખલ કરી ઓબ્ઝર્વેશન હેઠળ તેમજ હોમક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં ગત તા.23 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધીમાં કુલ 1743 પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા છે. જોખમી દેશોમાંથી 445 પ્રવાસીઓ પરત ફર્યા હોઈ તેઓને સખત હોમક્વોરેન્ટાઈન કરાયા છે.જેમાં બોત્સ્વાના – 2,દક્ષિણ આફ્રિકા અને અન્ય આફ્રિકન દેશ-31 ,ન્યુઝીલેન્ડ- 10,સિંગાપોર- 23,યુકે અને અન્ય યુરોપીયન દેશ -379 પ્રવાસીઓનો સમાવેશ થાય છે.પ્રવાસીઓના સંસર્ગનિષેધ સમયગાળાની સંખ્યા 268 થઈ છે.

છ મહિના બાદ કોરોના ડબલ ફિગરમાં : 12 નવા કેસો નોંધાયા

કોરોનાં પોઝિટિવના વધુ 12 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,385 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,903 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 12 પોઝિટિવ અને 5,891 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 59 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 56 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 3 દર્દીની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 3 અને 0 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 221 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

Most Popular

To Top