જે રીતે ડોલરની સામે રૂપિયાનું અવમૂલ્યન થઇ રહ્યું છે આ પરિસ્થિતિ ભારતીય અર્થતંત્રને પરોક્ષ રીતે ખતરનાક બની શકે છે. આઢઝાદી સમયે ડોલરનો ભાવ રૂા. 4ની આસપાસ રહેતો હતો. જે આજે 2022માં લગભગ 79 રૂા.ની નજીક જઇ પહોંચ્યો છે. જેની સીધી અસર ભારત દેશમાં વિદેશથી આયાત થતી મોંઘી વસ્તુઓ પર પડે છે. જેને કારણે ભારતીય રૂપિયો આયાત દ્વારા પરદેશોમાં પહોંચી રહ્યો છે. વળી હાલમાં વિદેશોમાં પણ નાણાનો ફુગાવો અને મોંઘવારી વધી રહી છે જેને કારણે વિદેશી વસ્તુઓ આપણને મોંઘી મળી રહી છે. આ રૂપિયાની કિંમતમાં વધારો મારા અભિપ્રાયે નીચે મુજબથી થઇ શકે. આપણી વિદેશી મોબાઇલ, ટી.વી. વિ. વસ્તુઓની ઘેલછા ઓછી રાખી માત્ર સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ જેથી આપણો રૂપિયો દેશમાં રહેશે અને તે દેશના વિકાસમાં જ વાપરી શકાય. આપણા નાના મોટા ઉદ્યોગકારોએ દેશી વસ્તુઓની ગુણવત્તા સુધારી અને ઓછા નફાથી બજારમાં વસ્તુઓ વેચવી જોઇએ જેથી વેચાણનાં જથ્થામાં વધારો થાય અને ખાસ કરીને ઉદ્યોગકારોએ ઓછામાં ઓછા કાચા માલની પણ આયાત કરી જેથી આયાત દ્વારા ખસડાતા રૂા.ને અટકાવી શકાય. બસ ટૂંકમાં વસ્તુઓની નિકાસ કરો અને આયાત ઓછી કરો અને ભારતના વિકાસને વધુ વેગ આપો.
સુરત – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નિકાસ વધારો અને આયાત ઓછી કરો
By
Posted on