ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. શહેરમાં રાંદેર વિસ્તારમાં એકાએક કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. .
સુરતમાં રાંદેર ગામ તળ વિસ્તારમાં નજીકના દિવસોમાં બે કોરોના પોઝીટીવ કેસ આવતાં મ્યુનિ.તંત્રએ રાંદેરના 16 હજાર ઘરના 54 હજાર લોકોને માસ કોરેન્ટાઈન કરવાનો નિર્ણય કર્યો છે. મ્યુનિ. તંત્રે રાંદેરને માસ કોરોન્ટાઈન કર્યા બાદ ગઈકાલથી આજ સુધીમાં રાંદેરથી જોડાયા ન્યુ રાંદેર રોડ ગોરાટમાં ત્રણ પોઝીટીવ કેસ આવી ગયાં છે. જેના કારણે મ્યુનિ.તંત્ર હવે વધુ તકેદારી રાખવા માટે આયોજન કરી રહ્યું છે. તેમજ આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર હેમાલી બોઘાવાલા દ્વારા પણ રાંદેર ઝોન વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે.
હાલમાં રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન કરવામાં આવ્યો છે તેને અડીને આવેલા ન્યુ રાંદેર રોડ ગોરાટ વિસ્તારમાં કેસ આવતાં તેને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ બફર ઝોનમાં હાલ થોડી અવર જવર જોવા મળી રહી છે તેના પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ વિસ્તારમાં જાહેરમાં વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. જે તેનો ભંગ કરવામાં આવશે તો તેઓ પર દંડનીય કાર્યવાહી કરાશે તેમ જાણવામાં આવ્યું છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, શહેરમાં છેલ્લા બે દિવસમાં છ પોઝીટીવ કેસ નોઁધાયા છે. અને શહેરમાં હાલ પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. અને કુલ 2 મોત નોઁધાયા છે.