ગાંધીનગર : અમદાવાદ શહેર એ 70 લાખથી વધુની વસ્તી ધરાવતું રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ શહેરને મેગા સીટીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ રાજ્યુ સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં 24 કલાક પાણી આપવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી હતી, જે માત્ર કાગળ ઉપર જ રહી છે.
“નલ સે જલ” યોજનાની પણ જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ કોગ્રેસના ધારાસભ્ય હિમંતસિંહ પટેલે વધુમાં કહ્યું હતું કે આજે પણ અમદાવાદ શહેરમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના સમગ્ર વિસ્તાઅરોમાં પૂરતા પ્રેશરથી પૂરતું પાણી મળતું નથી. મ્યુ નિસિપલ કોર્પોરેશન કચેરી, ઝોનલ કચેરી, વોર્ડ કચેરીઓમાં પાણી માટે પ્રજા દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ પરિણામ મળતું નથી.
આ રજૂઆતો અંગે ઘણી વખત તંત્ર સાથે ઘર્ષણ અને મારામારીના બનાવો બને છે અને નિર્દોષ લોકો પર પોલીસ કેસ કરવામાં આવે છે. સરકાર દ્વારા પૂરતું પાણી મળતું ન હોવાના કારણે લોકોને ખાનગી ટેન્કર દ્વારા પાણી મેળવવા મજબૂર બનવું પડે છે.આજે અમદાવાદ શહેર સહિત રાજ્યના શહેરોમાં મીનરલ વોટરનો ધંધો ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. અમદાવાદ શહેરના ઘણા વિસ્તા્રોમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોવાના કારણે લોકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે.
લોકોને મીનરલ વોટરના જગ-બાટલા વેચાતા લેવા પડે છે. એકબાજુ પ્રજા પાણી વેરો પણ ભરે છે અને બીજીબાજુ સરકાર દ્વારા શુદ્ધ પાણી ન મળતું હોઈ પાણી ખરીદવા પણ મજબૂર બને છે, આમ પ્રજાને બંને તરફ આર્થિક નુકસાન જાય છે.