Charchapatra

આવકવેરો રાહત

ફેબ્રુઆરી 24 અને જુલાઇ 24માં બજેટ ગયું, જેમાં મધ્યમ વર્ગને આવકવેરામાં કોઇ લાભ આપવામાં આવ્યો નથી. આવકવેરાની નવી રિઝીમ પ્રમાણે સાત લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતાં લોકોને સાત લાખ સુધીની આવક ઉપર જે આવકવેરો થાય તે સંપૂર્ણ ટેક્ષ રિબેટ તરીકે બાદ આપવામાં આવ્યો છે. જેથી તેમને વેરો ભરવાનો થતો નથી. ગયા વર્ષના બજેટ પછી બધા એમ જ સમજતાં હતાં કે નાણાંકીય વર્ષ 2023-24થી જેની કરપાત્ર આવક સાત લાખથી વધારે હોય તો તેને પણ સાત લાખ સુધીની આવકનો ટેક્ષ ટેક્ષરિબેટ તરીકે બાદ આપવામાં આવ્યો છે અને સાત લાખથી જે વધારાની કરપાત્ર આવક છે તેના પર જ જે તે વેરાના દર પ્રમાણે વેરો આપવાનો છે. પરંતુ એ લાભ આપવામાં આવ્યો નથી.

આમ જેની આવક સાત લાખ છે તેને વેરો શૂન્ય અને જેની આવક સાત લાખ અને એક રૂપિયા હોય તેને આશરે 20000 હજાર રૂપિયા ટેક્ષ લાગશે. આમ બજેટમાં મધ્યમ વર્ગનાં લોકોને કોઇ લાભ આપવામાં આવ્યો નથી.  જેથી મધ્યમ વર્ગનાં લોકોને લાભકર્તા બજેટ કઇ રીતે કહી શકાય? આથી સરકારને ખાસ વિનંતી છે કે સાત લાખથી વધુ કરપાત્ર આવક ધરાવતા મધ્યમ વર્ગના ટેક્ષ પેયરને સાત લાખથી વધુ જે કરપાત્ર આવક થાય તેના ઉપર જ આવકવેરાના જે તે દર પ્રમાણે વેરો વસૂલ લેવામાં આવે.
સુરત     -ભગુભાઇ ભીખાભાઇ વેસ્માકર-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

૨તન ટાટા ખરા ભારત રતન
એક શાંત સૌમ્ય દેશના સહુથી મોટા સ્ટીલના ઉત્પાદક ઉદ્યોગપતિ કરતાં માનવતાવાદી સજજને મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. દેશ આખાને એનો વસવસો રહેશે  પણ એક વસવસો એ પણ રહેવો જોઈએ આ સૌમ્ય માનવતાવાદી જનને જીવતેજીવ ભારતરત્નનું સન્માન ન મળી શક્યું. ખેર, એ ભારતનું અણમોલ રતન તો હતા જ એ સદભાગ જનની હવે સ્મૃતિ આપણી વચ્ચે છે.સદ્ગતને શ્રદ્ધાંજલિ.
સુરત- મુકેશ બી. મહેતા-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top