Gujarat

અમદાવાદની બે મોટી કંપનીઓ પર ઈન્કમટેક્સની રેઈડ: એકસાથે 40 ઠેકાણે તપાસથી ફફડાટ

ગુજરાતમાં (Gujarat) ગ્રામપંચાયતોની ચૂંટણી (Election) જાહેર થયાના 24 કલાકની અંદર જ આજે અમદાવાદમાં (Ahmedabad) આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા બે કંપનીઓ (Two Company) પર દરોડાની (Raid) કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદમાં પાઇપ (Pipe) બનાવતી સૌથી મોટી કંપની ASTRAL પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ કંપનીની સિંધુ ભવન (Sindhu Bhavan) ખાતે આવેલી ઓફિસ પર અધિકારીઓ (Officers) તપાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે.

અમદાવાદમાં 25 અને ગુજરાત બહાર મુંબઈ, દિલ્હીમાં 15 ઠેકાણે તપાસ

આ દરોડા કાર્યવાહી અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતે આવેલી ASTRAL કંપની પાઇપ ઉત્પાદન ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે. આવકવેરા વિભાગે એસ્ટ્રલ ઉપરાંત અમદાવાદની રત્નમણિ મેટલ્સ (Ratnamani) પર પણ દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગના અધિકારીઓ કુલ 40 જગ્યા પર તપાસ કરી રહ્યાં છે. જેના ભાગરૂપે ITના મેગા ઓપરેશનનું સર્ચ ઓપરેશન અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિતના શહેરોમાં તપાસ આરંભાઈ છે. પરંતુ અમદાવાદમાં એક સાથે 25 જગ્યા પર રેડ કરાઈ છે. એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે.

રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પડતા ખળભળાટ મચ્યો છે. બંને કંપનીનાં મુખ્ય માલિકો ઉપરાંત અન્ય ડિરેક્ટરોના ઘર-ઓફિસ પર પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે અને સર્ચ ઓપરેશન હાથ ધરવાની પ્રક્રિયા ચાલું છે. ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપની સાથે સંકળાયેલ મોટા માથાના નામ ખૂલવાની શક્યતા જોવામાં આવી છે. આઈટી વિભાગને મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશા વ્યક્ત કરી છે. મળેલી માહિતી પ્રમાણે આ કાર્યવાહીમાં ITની ચાર ટીમ લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક અઠવાડિયા પહેલા જ IT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 16 નવેમ્બરના રોજ વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું.

Most Popular

To Top