National

યુપીમાં જ્યૂસ વેચનારને ઈન્કમટેક્સે 7.79 કરોડની નોટીસ ફટકારી!, પરિવાર આઘાતમાં

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આવકવેરા વિભાગે એક રસ્તા પર જ્યુસ વેચનારને 7 કરોડ 79 લાખ રૂપિયાની નોટિસ મોકલી છે. આ ઘટના બાદ દુકાનદાર મોહમ્મદ રઈસ અને તેનો પરિવાર આઘાતમાં છે.

સરાઈ રહેમાન વિસ્તારમાં રહેતા મોહમ્મદ રઈસ પોતાના માતા-પિતા, પત્ની અને બાળકોને ગુજરાન ચલાવવા માટે એક નાની જ્યુસની દુકાન ચલાવે છે. પરંતુ તાજેતરમાં તેમને પોસ્ટ દ્વારા એક નોટિસ મળી, જેને ખોલ્યા પછી તેઓ ચોંકી ગયા. આ નોટિસમાં આવકવેરા વિભાગે 7.79 કરોડ રૂપિયાની મોટી રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

મોહમ્મદ રઈસની પત્ની હિના કહે છે કે આ નોટિસ પછી આખો પરિવાર ખૂબ જ ચિંતિત છે. તેણીએ કહ્યું કે અમે ગરીબ લોકો છીએ અને મારા પતિ એક નાની જ્યુસની દુકાન ચલાવે છે. અમને સમજાતું નથી કે આટલી મોટી નોટિસ કેમ આપવામાં આવી છે.

તેણીએ વધુમાં કહ્યું કે, નોટિસને કારણે પરિવાર ચિંતિત છે. ઘરમાં બધા ચિંતિત છે અને મારી સાસુની તબિયત પણ બગડી ગઈ છે. અમે આનો શક્ય તેટલી વહેલી તકે ઉકેલ ઇચ્છીએ છીએ. રઈસ અને તેના પરિવારનું કહેવું છે કે આ નોટિસ કોઈ ભૂલને કારણે આવી હશે. તેમણે વહીવટીતંત્રને આ મામલાની યોગ્ય તપાસ કરવા અને આ સમસ્યાનો ઉકેલ શોધવાની અપીલ કરી છે.

Most Popular

To Top