National

આવકવેરા વિભાગ 80 લાખ કરદાતાઓ સામેના કેસ આપોઆપ બંધ કરશે: CBDT ચીફ

નવી દિલ્હી: (New Delhi) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ (Income Tax Department) જાતે જ લગભગ 80 લાખ કરદાતાઓ સામે પડતર નાની કર માંગણીઓ બંધ કરશે અને આ માટે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને માહિતી આપતા સ્પષ્ટ આદેશ જારી કરશે.

સીતારમણે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં રૂ. 25,000 સુધીની કરની માંગણીઓ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. સીબીડીટીના વડાએ આ વિશે કહ્યું હતું કે અમે આ ટેક્સ માંગણીઓને સમાપ્ત કરીશું, અમે ટેક્સ વિભાગના રેકોર્ડમાંથી આવી માંગણીઓને દૂર કરીશું. કરદાતાએ કંઈ કરવાનું નથી અને અમે કોઈપણ રીતે તેમનો સંપર્ક કરીશું નહીં. તેમણે કહ્યું હતું કે આ પ્રક્રિયા કરદાતા માટે પ્રતિકૂળ રહેશે નહીં. પરંતુ આ માંગણીઓ વ્યક્તિગત કરદાતાઓના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મૂકવામાં આવશે જેથી તેઓ પણ જોઈ શકે અને જો તેમાં કોઈ સમસ્યા હોય તો વિભાગ તેનું નિરાકરણ કરશે.

પોસ્ટ ઓફિસમાં દાવા વગર રૂ. 25,480 કરોડ જમા પડ્યા હોવાનો સરકારનો ખુલાસો
નવી દિલ્હી: સરકારે શુક્રવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે દેશમાં પોસ્ટ ઓફિસના વિવિધ ખાતાઓમાં 25,480 કરોડ રૂપિયા દાવા વગરના જમા છે અને તે સંબંધિત પરિવારોનો સંપર્ક કરીને તેમને રકમ પરત કરવાના પ્રયાસો કરી રહી છે. ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં સંચાર રાજ્ય મંત્રી દેવુ સિંહ ચૌહાણે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 25,480 કરોડ રૂપિયાની રકમ પોસ્ટ ઓફિસના ખાતામાં દાવા વગર જમા છે.

તેમણે કહ્યું કે ટપાલ વિભાગે આ અંગે પહેલ કરી છે અને આવા લોકોના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને તેમની રકમ આપવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે માર્ચમાં આવા ખાતાઓમાંથી 1,240 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા જ્યારે ડિસેમ્બરમાં પરિવારના સભ્યોને 1,319 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. ચૌહાણે કહ્યું કે પોસ્ટલ ખાતામાં 1.43 લાખ કરોડ રૂપિયા જમા છે.

Most Popular

To Top