થોડા દિવસ પહેલાં સુરતના એક વેપારીએ ધંધામાં નુકસાન થવાની હતાશામાં આવેશમાં આવીને પોતાના સગા દીકરાની અને પત્નીની હત્યા કરી નાખી હતી. પોતાના માબાપની હત્યા કરવાની કોશિશ કરી હતી અને આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. કહેવાય છે કે પરિવારમાં હવે પોતાનું કોઈ નહીં હોવાની લાગણીમાં તેણે આ કદમ ઉઠાવ્યું હતું. સુરતમાં જેવી ઘટના બની હતી તેના કરતાં પણ વધુ દર્દનાક કૌટુંબિક હિંસાની ઘટના લખનઉમાં બની છે. લખનઉમાં ખ્રિસ્તી નવા વર્ષના પહેલા દિવસે એક હોટલમાં એક જ પરિવારનાં ૫ લોકોની હત્યા કરવામાં આવી હતી.
મૃત્યુ પામેલાઓમાં ૪ છોકરીઓ અને તેમની માતાનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં પુત્ર અરશદની ધરપકડ કરી છે. તેની ઉંમર લગભગ ૨૪ વર્ષની છે. પોલીસના જણાવ્યા અનુસાર અરશદે પાંચેયની તીક્ષ્ણ બ્લેડ વડે હત્યા કરી હતી. જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે અરશદે વારંવાર તેનાં નિવેદનો બદલવાનું શરૂ કર્યું. પોલીસે કડકાઈ દાખવતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો, પણ તેણે કોઈ નવી જ વાત કરી છે. અરશદ કહે છે કે આ હત્યાઓ તેના પિતાએ કરી હતી, જેમાં તે કોઈક રીતે બચી ગયો હતો. આ પછી પિતા સ્થળ પરથી ભાગી ગયો હતો. અરશદે ભય વ્યક્ત કર્યો હતો કે તેના પિતા પણ આત્મહત્યા કરી શકે છે. આ પરિવાર ૩૦ ડિસેમ્બરે લખનઉ કોઈને મળવા આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું.
ચાર બાગ રેલવે સ્ટેશનની સામે હોટેલ શરણજીતમાં પિતા સાથે તેની માતા અને ચાર બહેનોની હત્યાના આરોપી અરશદે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું હતું. તે તેના પિતા સાથે મળીને જયપુરમાં તેની માતા અને ચાર બહેનોને મારી નાખવાનો હતો, પરંતુ તે પ્લાન નિષ્ફળ ગયો હતો. અરશદે જણાવ્યું કે તે ૧૮ ડિસેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે આગ્રાથી નીકળી ગયો હતો. તેઓ ૧૯ ડિસેમ્બરે જયપુરથી અજમેર શરીફ ગયા હતા. ત્યાર બાદ ૨૦ ડિસેમ્બરે જયપુર પરત ફર્યા અને એક હોટલમાં રોકાયા હતા. અરશદના કહેવા પ્રમાણે, તેણે તેના પિતા સાથે મળીને જયપુરની હોટલમાં જ માતા આસ્મા અને ચાર બહેનોની હત્યા કરવાની યોજના બનાવી હતી. અરશદની યોજના તેમને ઊંઘની ગોળીઓ સાથે મિશ્રિત ખોરાક ખવડાવવાની હતી, પરંતુ તેની માતા અને બહેનોએ તે ખોરાક ન ખાધો.
આ પછી તે સતત બહારનું જમી રહી હતી. આવી સ્થિતિમાં તેમની સામે ખોરાકમાં કંઈ પણ ઉમેરવું શક્ય ન હતું. આ કારણોસર અરશદ અને તેના પિતા બદર સફળ થઈ શક્યા ન હતા. અરશદ પોતાના પરિવાર સાથે જયપુરથી લખનઉ જવા રવાના થયો હતો. તેની પાસે વધારે પૈસા પણ બચ્યા ન હતા. આવી સ્થિતિમાં તેણે ૩૧મી ડિસેમ્બરની રાત્રે હત્યા કરવાનું મન બનાવી લીધું હતું. ન્યૂ યર સેલિબ્રેશનના નામે તેઓ હોટલના રૂમમાં ખાવાનું લાવ્યા હતા. આ દરમિયાન ખોરાકમાં નશાની ગોળીઓ ભેળવી દેવામાં આવી હતી. ત્યાર બાદ જ્યારે માતા અને બહેન બેભાન થઈ ગયાં ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરશદ તરંગી સ્વભાવનો છે. તેને ક્રાઈમ થ્રીલર જોવાનો શોખ છે. તેણે કેટલીક થ્રિલર ફિલ્મો ઘણી વખત જોઈ છે. થ્રિલર ફિલ્મો અને સિરીઝ જોવાને કારણે તેની માતા સાથે તેની ઘણી દલીલો થતી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે અરશદ તેના પિતા બદરને ચાર બાગ સ્ટેશન પાસે છોડીને ગયો હતો. બદર સ્ટેશનમાં ગયો હતો પણ થોડી વાર પછી બહાર આવ્યો હતો. બદરને જોઈને અરશદ રિક્ષામાં બેસીને જવા લાગ્યો. બદર પણ પગપાળા રિક્ષાની પાછળ ગયો. થોડા સમય પછી બદર કેમેરાની પહોંચની બહાર નીકળી ગયો. બદરને પકડવા માટે પોલીસની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે.
કહેવાય છે કે ગુનાનાં નિશાન ક્યારેય અદૃશ્ય થતાં નથી. ગુનેગાર ગમે તેટલો હોંશિયાર હોય, પુરાવાનો નાશ કરવા ગમે તેટલા પ્રયાસો કરે તો પણ કાયદાના લાંબા હાથ તેની ગરદન સુધી પહોંચે છે. મુંબઈ પોલીસ સમક્ષ આવો જ એક હત્યાનો મામલો સામે આવ્યો હતો. મુંબઈમાં એક મહિલાની હત્યા કર્યા બાદ હત્યારો પડછાયાની જેમ ગાયબ થઈ ગયો હતો. તેના કોઈ સીસીટીવી ફૂટેજ નહોતાં, કોઈ પુરાવા નહોતા અને હત્યારા સુધી પહોંચવાની કોઈ સગડ નહોતા, પરંતુ હત્યારાની એક ભૂલને કારણે પોલીસની હાથકડી તેના હાથ સુધી પહોંચી ગઈ હતી.
પોલીસને સમાચાર મળ્યા કે ભાંડુપમાં ઘરની અંદર એક મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાનું નામ રતનબેન જૈન હતું અને તેની ઉંમર આશરે ૭૦ વર્ષની હતી. તે છેલ્લાં ૨૮ વર્ષથી આ ઘરમાં એકલી રહેતી હતી. તે લોકોને વ્યાજે પૈસા આપતી હતી અને ખાખરા વેચતી હતી. તેની એક મિત્રનું પણ આ જ વિસ્તારમાં મકાન હતું, જ્યાં તે ભાડૂઆતો પાસેથી ભાડું વસૂલ કરતી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે ઘરમાં રાખેલા લગભગ ૩.૫ લાખ રૂપિયાના દાગીના પણ ગાયબ છે. ઘરની આસપાસ સીસીટીવી કેમેરા નહોતા. આવી સ્થિતિમાં કેસનો ઉકેલ મુશ્કેલ જણાતો હતો.
હત્યારા વિશે માહિતી આપનારને ૫૧,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. હત્યાની ઘટનાને બે અઠવાડિયાં વીતી ગયાં, પરંતુ ક્યાંય કોઈ કડી મળી નહોતી. આ કેસ સાવ બ્લાઈન્ડ કેસ બની રહ્યો હતો. એવો કેસ કે જેમાં કોઈ પુરાવા મળવાની કોઈ દૂરની પણ શક્યતા જણાતી ન હતી. આસપાસનાં ૨૫૦ પરિવારો, ૩૦ સંબંધીઓ અને કેટલાંક અન્ય લોકોની તપાસ માટે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. હત્યારાને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે નક્કી કર્યું કે આ કેસમાં જે લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમની ફરી એક વાર પૂછપરછ કરવામાં આવે. તેમાં પોલીસને એક વ્યક્તિ મળી આવી હતી, જેની સામે છેતરપિંડીનો જૂનો કેસ હતો, જે પાછળથી પરસ્પર સમાધાન દ્વારા સમાપ્ત થયો હતો.
પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. ઈમરાને પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ તેણે કહ્યું કે તે આ કેસને ઉકેલવામાં પોલીસને મદદ કરશે. જો કે, પાછળથી ઈમરાન યુપીમાં તેના ગામે ભાગી ગયો હતો. જ્યારે પોલીસને તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે તેના કોલ રેકોર્ડની વિગતો કાઢવામાં આવી હતી. કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે તે દીપાલીના સંપર્કમાં હતો. ઈમરાન મલિક નામના આ ૨૪ વર્ષીય વ્યક્તિ વિશે વધુ એક વાત સામે આવી હતી, જેનાથી તેના પર પોલીસની શંકા વધી ગઈ હતી. હત્યા પહેલાં તે આ જ વિસ્તારમાં એક સલૂનમાં કામ કરતો હતો, પરંતુ હવે બેકાર હતો.
જ્યારે પોલીસે તેના છેતરપિંડીના કેસની તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે દીપાલી રાઉત નામની મહિલાએ તેની વિરુદ્ધ ૮ લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ઈમરાને જણાવ્યું કે તે એક મકાનમાં ભાડે રહેતો હતો, જેનું ભાડું રતનબેન જૈન વસૂલતાં હતાં. તેનું દીપાલી રાઉત સાથે અફેર હતું અને આમાં તેણે તેની પાસેથી ૮ લાખ રૂપિયા લીધા હતા. સલૂન બંધ થઈ ગયું અને ઈમરાનની નોકરી ગઈ. હવે જ્યારે ઈમરાને ૮ લાખ રૂપિયા દીપાલીને પરત કરવાના હતા ત્યારે રતનબેને તેને રૂમનું ભાડું પણ ચૂકવવાનું કહ્યું હતું.
પૈસાની તંગી સામે ઝઝૂમતા ઈમરાનને બેકરીમાં નોકરી મળી, પણ તે દીપાલીને લોન ચૂકવી શક્યો ન હતો. આ દરમિયાન ઈમરાનને ખબર પડી કે રતનબેન ભાડાંના પૈસા પોતાના ઘરમાં જ રાખે છે. આ ઉપરાંત ઘરમાં લાખોની કિંમતનાં ઘરેણાં પણ રાખવામાં આવ્યાં હતાં. આવા સંજોગોમાં તેણે ૧૫મી એપ્રિલે તકનો લાભ લઈ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે રતનબેનની હત્યા કરી નાખી હતી. તેણે ઘરમાં રાખેલા આશરે ૩.૫ લાખ રૂપિયાના દાગીનાની પણ ચોરી કરી હતી. પૂછપરછ દરમિયાન દીપાલીએ કબૂલાત કરી હતી કે ઈમરાને ચોરીના દાગીના આપ્યા હતા. દીપાલીએ એમ પણ જણાવ્યું કે તેણે રતનબેનની સોનાની બે બંગડીઓ વેચી દીધી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.