Business

વાળંદ કન્યા છાત્રાલય ખાતે ડો. દેવીબેન મનુભાઇ ભટ્ટી ઈ-લાઈબ્રેરીનું લોકાર્પણ

સમગ્ર ગુજરાતમાં ભાવનગર ખાતે એક માત્ર  વાળંદ કન્યા છાત્રાલય આવેલી છે. આ છાત્રાલયમાં વિવિધ જિલ્લાની 24 દીકરીઓ વિવિધ અભ્યાસ કરે છે. છાત્રાલયમાં દીકરીઓ માટે રહેવાની વ્યવસ્થા ઉપરાંત , ભોજનની વ્યવસ્થા સીવણ કામ, કોમ્પ્યુટર ક્લાસ , રસોઈ, વ્યક્તિત્વ વિકાસ જેવી તાલીમ પણ આપવામાં આવે છે.

દિકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે તે માટે અદ્યતન સુવિધા સાથેની એક ઇ લાઇબ્રેરીની આવશ્યકતા હતી. સ્વ, ડો. દેવીમેન મનુભાઈ ભટ્ટી ટાણાવાળાના નામે ઈ-લાઈબ્રેરી બનાવવા માટે તેમના સુપુત્ર હરીશભાઇ મનુભાઇ ભટ્ટી  સુરત તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- નું દાન મળતા સદર લાઇબ્રેરીને ફર્નિચર, વાઈફાઈ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, જેવા આધુનિક ઉપકરણોથી અદ્યતન બનાવવામાં આવી છે.

સ્વ, ડો. દેવીમેન મનુભાઈ ભટ્ટી ઈ-લાઇબ્રેરીનું લોકાર્પણ તા. ૧૭-૧૨-૨૫ના રોજ શ્રી અને શ્રીમતી વર્ષાબેન અને હરેશભાઈ મનુભાઈ ભટ્ટી લોર્ડ ક્રિષ્ના  ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના હસ્તે કરવામાં આવેલ હતું. લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ભટ્ટી પરિવાર ટાણા  તથા જ્ઞાતિના અગ્રણીઓ  તેમજ બહાર ગામથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતા. ઈનામના કાયમી દાતા શ્રીમતી વર્ષાબેન હરેશભાઈ ભટ્ટી  તરફથી છાત્રાલયની તમામ દીકરીઓને ટ્રાવેલીંગ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી. છાત્રાલય ખાતે જ ઇ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થતા હવે દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાથી માંડીને હોલ ટિકિટ મેળવવા માટે પણ બહાર જવુ પડશે નહીં.  સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ થશે વગેરે કામગીરી છાત્રાલયમાં રહીને જ કરી શકશે. કન્યા છાત્રાલય ખાતે ઈ-લાયબ્રેરી ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે દાન આપનાર શ્રીમતી વર્ષાબેન હરેશભાઈ મનુભાઈ ભટ્ટી સુરત તથા સમગ્ર ભટ્ટી  પરિવાર ટાણા સંસ્થાનો હ્રદય પૂર્વક આભાર માને છે.

Most Popular

To Top