ગાંધીનગર : 21મી સદીમાં પણ હજુયે સમાજમાંથી અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી છે. ખાસ કરીને રાજકોટના વિંછિયામાં ખેતરની અંદર તાંત્રિક વિધી દરમ્યાન પતિ – પત્નીએ હવન કુંડમાં પોતાનું માથું કાપીને હોમી દીધુ હતું. તાંત્રિક વિધીમાં જાણીતી કમળ પૂજા પૂર્ણ કરવા પતિ હેમુ મકવાણા તથા પત્ની હંસાબેન મકવાણાએ પોતાનું માથું કાપીને હવન કુંડમાં હોમી દીધુ હતું. પોલીસને તપાસ દરમ્યાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે.
પતિ તથા પત્નીએ ખેતરમાં રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધી શરૂ કરી હતી. તે પછી એઓએ બન્નેએ પોતાના માથા હવન કુંડમાં અર્પણ કરી દીધા હાત. જો કે નજીકમાં ચિઠ્ઠી ચોંટાડેલી મળી આવી છે. બન્નેએ અલગ – અલગ નોટ લખી છે. પોલીસ સૂત્રોએ કહયું હતું કે મૃતક દંપતીને બે બાળકો પણ છે, તેની પણ ચિન્તા કર્યા વિના પોતાના માથા હવન કૂંડમાં હોમી દીધા હતા.
તપાસનીશ પોલીસ અધિકારી હવે આ દંપતીને તાંત્રિક હવન કરવાની તથા માથું આપી દેવાની – કમળ પૂજા કરવાની સલાહ કયાં તાંત્રિકે આપી હતી. તે અમે શોધી રહયા છીયે. હજુ સુધી તેની કોઈ કડી મળી નથી. તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમતા પહેલા પુત્ર અને પુત્રીને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા. બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિની પૂજા કરતા હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો.