SURAT

વરાછામાં બે યુવાનોને સેક્સની લાલચ આપી રૂમમાં બોલાવ્યા અને પછી એવું કર્યું કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

સુરત : (Surat) હનીટ્રેપ (Honey Trap) પણ એક ધંધો બની ગયો છે. સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં તો ચીટરો (Cheater) યુવાનોને સેક્સની (Sex) લાલચ આપી ફસાવી લાખો રૂપિયાનો તોડ કરી રહ્યાં છે. આવા જ એક ચીટરને સુરત પોલીસે પકડી પાડ્યો છે. યુવતી સાથે સેક્સના બહાને રૂમમાં બોલાવી ચીટરે 2 લાખનો તોડ કર્યો હતો. ડઘાયેલા યુવાનોએ ચૂપ રહેવાના બદલે પોલીસને ફરિયાદ કરતા ચીટર જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

હનીટ્રેપમાં બે યુવાનને ફસાવનાર આરોપીની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો લખુભા લાલુ (રહે. ફલેટ નંબર 201, અંજની એપાર્ટમેન્ટ, ડિંડોલી)ની પોલીસે ધરપક઼ડ કરી હતી. આરોપી શિવો ઉર્ફે લખુએ તેની સ્ત્રી મિત્રની મદદથી બે યુવાનોને લાલચ આપીને રૂમમાં બોલાવી સ્થળ પર ફ્રોડ પોલીસ મોકલી બે લાખનો તો઼ડ કર્યો હતો.

આ મામલે એસઓજીએ જે વિગત જણાવી છે તેમાં વરાછામાં અર્પણ એપાર્ટમેન્ટમાં બે શખ્સોને મહિલા સાથે શરીર સુખ માણવાની લાલચ આપીને બોલાવ્યા હતા. શિવાએ પોતાની ઓળખ સોસાયટીના પ્રમુખ તરીકે આપી હતી. આ ઉપરાંત અન્ય બે સાગરિતોને પોલીસ તરીક રજૂ કરીને બે લાખનો તોડ કર્યો હતો. બાદમાં આ મામલો પૂણા પોલીસમાં પહોંચ્યો હતો. ફ્રોડ પોલીસ બનાવનાર આરોપીઓની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. આ ઉપરાંત લખુભાએ સાવરકુંડલમાં અગાઉ મહિલાની છેડતી કરી ધાક ધમકી આપ્યાની ફરિયાદ થઈ હતી. શિવો ગામ ભાગી ગયો હોવાને કારણે એક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ બોલાઇ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે છેલ્લાં બે-ચાર વર્ષથી હની ટ્રેપના કિસ્સા વધ્યા છે. પહેલાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને ટાર્ગેટ બનાવાતા હતા, ત્યાર બાદ રાજનેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાના કિસ્સાઓએ ચકચાર જગાવી છે. સુરતમાં પણ આવા હાઈપ્રોફાઈલ હની ટ્રેપના કેસ બની ચૂક્યા છે. રીતસર ચીટર ગેંગ જ કાર્યરત છે, જે સેક્સની ઈચ્છા ધરાવતા લોકોને ફસાવે છે.

Most Popular

To Top