વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં તા.૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણના (uttarayan) રોજ એક ડીવાયએસપી (Dysp) સહિત કુલ ૧૮ કેસો નોંધાયા હતા, ૬ દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે તા.૧૫મી જાન્યુઆરીએ ૭ કેસ કોરોના પોઝિટિવ (corona positive)નોંધાયા હતા, ૪ દર્દીને (Patient) રજા આપવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં નવા ૨૫ કેસ મળી આવ્યા છે. જ્યારે ૧૦ દર્દીને રજા આપતાં હાલ તાપી જિલ્લામાં કોરોનાના કુલ ૭૫ કેસ સક્રિય (Active case) છે. જ્યારે કોવિડથી સોનગઢ (Songhadh) તાલુકાના વાડી ભેંસરોટ ગામની ૬૪ વર્ષિય મહિલાનું મોત નીપજ્યું છે.
તા.૧૪મી જાન્યુઆરીએ વ્યારામાં નાયબ પોલીસ અધિક્ષકના બંગલામાં ૫૫ વર્ષિય પુરુષ, વર્ધમાન માર્બલમાં ૪૦ વર્ષીય પુરુષ, અભિષેક એસ્ટેટમાં ૪૪ વર્ષીય પુરુષ, જૂના બસ સ્ટેન્ડ પાસે ૩૩ વર્ષીય પુરુષ, તુલસી પાર્કમાં ૬૦ વર્ષીય પુરુષ, કાનપુરાની પુષ્પાંજલિમાં ૪૩ વર્ષીય પુરુષ, પાનવાડીના સાંઈનગરમાં ૨૧ વર્ષીય મહિલા, મીરા રેસિડેન્સીમાં ૩૪ વર્ષીય પુરુષ, રામ કબીર સોસાયટીમાં ૫૩ વર્ષીય પુરુષ, સારથી રેસિડેન્સીમાં ૨૧ વર્ષીય અને ૨૫ વર્ષીય મહિલા, રામજી મંદિર-રામનગરમાં ૨૬ વર્ષીય પુરુષ, જિલ્લા સેવા સદન-સરકારી ક્વાટર્સમાં ૩૦ વર્ષીય પુરુષ, સ્ટેશન રોડ સહકારી જીનમાં ૪૯ વર્ષીય પુરુષ, વૃંદાવાડીમાં ૧૩ વર્ષીય કિશોરી, ઉચ્છલ તાલુકાના ગાંધીનગર ગામમાં ૬૪ વર્ષીય પુરુષ, વાલોડ તાલુકામાં વેડછી ગામના શબરીધામમાં ૩૨ વર્ષીય પુરુષ, સોનગઢ દશેરા કોલોનીમાં ૩૨ વર્ષીય પુરુષ મળી કુલ ૧૮ના કોરોના પોઝિટિવ આવ્યા હતા. ૬ દર્દીને રજા આપવામાં આવી છે. જિલ્લામાં ૭૩ કેસ એક્ટિવ હતા.
જ્યારે તા.૧૫મી જાન્યુઆરીએ, વ્યારાના પાનવાડીના બાપા સીતારામ કોમ્પ્લેક્સમાં ૫૪ વર્ષિય પુરુષ, બેડકૂવાદૂર, ઘાણી ફળિયામાં ૩૦ વર્ષિય મહિલા, કપુરાના તાડફળિયામાં ૧૬ વર્ષિય તરુણ, વાલોડ તાલુકાના અંધાત્રી ગામે પટેલ ફળિયામાં ૪૦ વર્ષિય મહિલા, બાજીપુરાના વલ્લભનગરમાં ૬૨ વર્ષિય મહિલા, મારુતિપાર્કમાં ૬૦ વર્ષિય પુરુષ, નિઝર તાલુકાના રાયગઢ ગામે ૨૪ વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયા છે. આ તમામને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં ૬ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં કોરોનાવાયરસના RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટિજન (રેપિડ) ટેસ્ટમાં ૫ (પાંચ) સહિત કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨ દર્દી અને હોમ આઇસોલેસનમાં ૯૧ દર્દી સહિત કુલ ૯૩ દર્દી સારવાર હેઠળ છે.
ભરૂચ જિલ્લામાં ૬૭ કેસ નોંધાયા
ઉત્તરાયણ પર્વ બાદ ભરૂચ જિલ્લામાં કોરોનામાં જબરદસ્ત ઘટાડો થતાં આંકડો ૬૭ કેસ પર આવી ગયો હતો. ચાર તાલુકાને બાદ કરતા સૌથી વધારે ભરૂચ શહેર-તાલુકામાં ૩૧ કેસો નોંધાયા હતા. શનિવારનો આંકડો જોતા વહીવટી તંત્રએ મહદ અંશે રાહત લીધી હતી. ભરૂચ શહેર-તાલુકામાં ૩૧ કેસો, અંકલેશ્વર શહેર-તાલુકામાં ૩૦ કેસ, વાગરા તાલુકામાં ૧ કેસ,નેત્રંગ તાલુકામાં ૩ કેસ અને હાંસોટ તાલુકામાં ૨ કેસ નોંધાયા હતા.