ઋતુ બદલાય, સ્વભાવ બદલાય, ધર્મ બદલાય, પાટલી બદલાય, ઘર બદલાય, સંબંધ બદલાય ને વાઈફ સુદ્ધાં બદલાય એમ સાલ પણ બદલાય મામૂ..! એનું જ નામ વર્તન અને પરિવર્તન..! પરિવર્તન પણ કુદરતનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે..! એના ખોંખારા નહિ ખવાય..! ૨૦૨૫ ની સાલના હમણાં જ તો હાલરડાં ગાયેલાં ને કેવી રેઢાં મૂકીને ચાલી ગઈ. આવન અને જાવન તો કુદરતનો ખેલ છે..!
એકાદ સાલ એવી પણ આવશે કે, આપણને પણ લેતી જવાની છે…! હવે એક ઔર ઈસવીસનનો ખાત્મો બોલાઈ ગયો. માણસનું મૃત્યુ થાય તો, ૧૨ મું તેરમું પણ થાય, સાલનું બારમું તેરમું નહિ થાય, પણ ૧૪ મું થાય અને પતંગના માધ્યમ દ્વારા આકાશ સાથે વાતાયન કરવાની વિધિ થાય. જેને આપણે મકરસંક્રાંતિ કહીએ છીએ. માણસનો વિલય થાય તો માણસ રડે, એમ સાલનો વિલય થયો તો, આ વરસે આકાશ પણ રડ્યું..! ( નવા વરસની ઉઘડતી તારીખે નવસારીમાં પડેલો વરસાદ એનો પુરાવો છે..!) વેદના તો થાય જ ને મામૂ..?
સાલ બદલાય એ નવી ઘટના નથી, અવિરત ચાલી આવતી પ્રક્રિયા છે. એને ૨૦૨૫ સુધી ખેંચી લાવવામાં અને સહન કરવામાં માનવજાતે પરસેવા પાડેલા. જેના હાથમાં જે સાલ આવી તે પ્રમાણે સૌ જીવી ગયાં. આપણા ફાળે ૨૦૨૫ ની સાલને ધક્કો મારવાની ચેષ્ટા આવી ને કાયમી વિદાય આપી. હવે ૨૦૨૬ નાં હાલરડાં ગાવાનાં. એના કપાળમાં કાંદા ફોડું, પ્રત્યેક સાલ પણ એવી નફફટ કે, એક જ સાલ ટકે..! ફરી કરવી જ પડે..! ઠરે જ નહિ.
એમાં ૨૬ ની સાલ એટલે, ‘ઘટમાં ઘોડા થનગને ને યૌવન વીંઝે પાંખ’ ની માફક આ સાલ તો થનગનતી આવી. એના માટે કેટલાય પિધ્ધડે Thirty firstનો જેલવાસ ભોગવ્યો, ત્યારે માંડ ૨૬મું બેઠું..! ૨૬ નો આંકડો એટલે ફાટેલી યુવાની કહેવાય. ૨૬ ના આંકડાનો આકાર જુઓ તો, એકબીજાનું મોંઢું જોવા રાજી નહિ. એ કેવી ઉડાન ભરે અને કેવો કાંદો કાઢે એ તો વેઠીએ ત્યારે ખબર પડે. આપણે તો એટલી જ ટાઢક લેવાની કે, ૨૦૨૬ ની રીબીન કાપવાની તક આપણને મળી. ૨૬ ની વયમાં આગ હોય. એને પ્રગટાવો તો પ્રકાશ આપે ને બેફામ છોડો તો ભસ્મ પણ કરે, કહેવાય નહિ..!
કારણ કે, ઉત્સાહ-ઊર્જા અને દોડ, તો યુવાનીનું ખમીર છે. એનો ઉપયોગ કરવો કે, ઉપભોગ કરવો એ એની જીવનારાની બુદ્ધિ ઉપર નિર્ભર છે. સાલ છે, છાલ કાઢી પણ નાંખે..! શુકન-અપશુકનનાં બંધાણ ઈસવીસનને હોતાં નથી. સાલ તો બદલાતી રહેવાની ને સાલનું પરિક્રમણ પણ ચાલતું રહેવાનું. માણસ જન્મે ત્યારે શ્વાસ હોય, નામ ના હોય અને ઉકલી ગયા તો નામ હોય, પણ શ્વાસ ના હોય, આ કુદરતની વ્યવસ્થા છે..! માણસને તો ચોઘડિયાં પણ નડે, સાલને ચોઘડિયાં નડતાં નથી. પ્રત્યેક સાલ માનવીને ઘરડાં બનાવીને ચાલતી પકડે એ એનો નિયમ છે. માટે સાલની આવનજાવનનાં બહુ જાણભેદુ બનવું નહિ, પ્રત્યેક ઉઘડતી સાલને હસતા મુખે કહેતા રહેવાનું, “આપ આયે તો બહાર આઈ..!” એ પણ પ્રસન્ન ને આપણે પણ પ્રસન્ન..! શું કહો છો ચમનિયા..?
મુદ્દાની વાત એ છે કે, નવી સાલનું પ્રાગટ્ય થાય એટલે, ઊગતા સૂરજને પૂજવાવાળાને જલસા પડી જાય. નેતાઓ ખેસ બદલે એમ, આ લોકો પણ ગુણગાન બદલે. એવી જાજમ બિછાવે કે, રેશમી મોજું ચઢાવીને પગનું ખરજવું પણ ઢાંકી દે..! શુભેચ્છાઓનાં ગોળીબાર કરવા માંડે. એવી-એવી શુભેચ્છાઓ લાવે કે, જેમાં સુંવાળા શબ્દોનો નકરો વ્યભિચાર હોય..! આપણને શંકા જાય કે, ભાઈએ ભગવાં ધારણ કરીને કોઈ સમર્થ ગુરુની દીક્ષા લઇ લીધી કે શું..? સાલ તો બીજવર જેવી,એને મુલાયમ પંખા ઝાઝા નહિ નંખાય. અમારા ચમનિયાએ તો સામેથી ના લખેલી કે, ‘કોઈએ ૨૦૨૬ ની ચોપળી શુભેચ્છા મને મોકલવી નહિ. મારો મોબાઈલ પણ હવે ઓળખી ગયો છે કે, કોણ કેટલી ફિરાકમાં હોય છે.
બીજું કે, ૨૦૨૫ માં મોકલેલી શુભેચ્છાઓ એમ ને એમ ફળ્યા વગરની પડી છે. કેટલાંકમાં તો જીવાત પણ પડી ગઈ..! આમ છતાં એટલી શુભેચ્છા આવી કે, મોબાઈલમાંથી બહાર ઉભરાવા લાગી. બોસ..! આ શુભેચ્છાનું કામકાજ લગનની હાજરી જેવું છે. લગનમાં કોણ આવેલું ને કેટલો ચાંદલો કરી ગયું, એ યાદ નહિ રહે, પણ કોણ નહિ આવેલું, એ ઘટના સાત પેઢી સુધી સચવાય..! કોની-કોની શુભેચ્છા નહિ આવી એ દાઢમાં રહી જાય..! બાકી પેટછૂટી વાત તો એવી કે, good morning લખવાથી સવાર સુધરતી નથી, એમ વર્ષ બદલાવાથી બાવડાંની તાકાત વધતી નથી. છતાં એમની શુભેચ્છાથી સતયુગ બેસવાનો હોય એવી શુભેચ્છા મોકલે..!
ઘરમાં હોય ‘ખુશી’ની ધમાલ, રાતોરાત બનો માલામાલ
શુકનવંતી બને નવી સાલ દુશ્મનો પણ કહે વાહ કમાલ
( સલાહ આપવાનું છોડ, સુધરવાની શરૂઆત તારાથી કર..! ‘ખુશી’ મારી વાઈફનું નામ છે, એના ધમાલની ચિંતા તું નહિ કર, મારિચ..! જ્યારથી તારી અડફટે આવ્યો છું ત્યારથી, તારો જામીન થવાના કારણે કોર્ટમાં હજી આંટાફેરા મારું છું..!)
ઢાકાની મલમલ જેવી શુભેચ્છા મોકલવાથી સાલ નહિ સુધરે. મહેનત કરીને પરસેવાના રેલા પાડવા પડે યાર..! સામે મળે તો ‘હેલ્લો’ કરવામાં પણ ગંઢેલ ગળી ગયો હોય એવું મોંઢું કરે ને ઉજળા દેખાવા શુભેચ્છાના પેન-બોંબ છોડે. એમના કોઈ ખાનદાનને ફાંસીની સજા જાણે આપણે જ અપાવી હોય, એમ અતડો-અતડો રહે. ધિક્કારભાવથી જુએ..!
પરિવર્તન એ કુદરતી વ્યવસ્થા છે. વહેતાં પાણીમાં નાવડું છોડ્યા પછી, પાણી ભલે બદલાયા કરે, નાવડુ ચાલવું જોઈએ, અટકવું ના જોઈએ. સાલ સાથે કેલેન્ડરનાં પાનિયાં જ બદલાય. બાકી બધું તો રાબેતા મુજબનું જ હોય..! સાલ બદલાવાથી વૃક્ષો ફળ આપવાનું બંધ કરતાં નથી. નદીઓ દરિયામાં ભળીને નામશેષ થતી નથી. નેતાઓની ચૂંટણી અટકતી નથી. દરિયો સૂકાતો નથી. ચંદ્ર અને સૂરજ હડતાળ ઉપર ઊતરતા નથી. પવનના ફૂંફાડા અટકતા નથી.
મોંઘવારી માઝા મૂકવાનું છોડતી નથી ને સોનાના ભાવો ડાઉન થતા નથી. એમ માનવીની ઈચ્છા અને અપેક્ષાઓ ક્યારેય શાંત થતી નથી . આજના માનવી જેવો મૂડીવાદ માનવી ક્યારેય ન હતો. આજે એની પાસે આધારકાર્ડ છે, પાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, રેશન કાર્ડ છે, ATMકાર્ડ છે..! એની શક્તિવર્ધક મૂડી છે. સાલ બદલવાથી કોઈ અસર થતી નથી. એક જ ઇસવીસનને બે-ચાર વર્ષનો ધામો નાંખી પડી રહે તો કેવું, એવું પણ અમુકને થાય. એ બહાને ઉંમર તો અટકી જાય..!
Thirty first ની પણ બોલબાલા છે દાદૂ.! બાપાની પુણ્ય તારીખ યાદ ના હોય, પણ Thirty first નાં આયોજન ફર્સ્ટમ ફર્સ્ટ થવા માંડે..! આ બધી બારના આંકડાની બોલબાલા છે મામૂ..! માણસના જીવનમાં ૧૨ ના આંકડાએ શું જમાવટ કરી છે..? ફૂટના ઇંચ ૧૨, ડઝનના નંગ ૧૨, ઘડિયાળના આંકડા ૧૨, દિવસના કલાક ૧૨, રાતના કલાક ૧૨, એક શિલિંગના પેન્સ ૧૨, શાળાનું ભણતર ૧૨, બપોરના ૧૨ અને મધ્ય રાત્રીએ પણ ૧૨, ભણતરને બારમું ને મૃત્યુ પછી પણ બારમું, , જ્યોતિર્લિંગ ૧૨, સંગીતના સ્વરો ૧૨, વર્ષના મહિના ૧૨, રાશિઓ ૧૨ અને ૨૦૨૫ નો છેલ્લો મહિનો કાઢ્યો એ ડિસેમ્બરનો મહિનો પણ ૧૨મો..! ધત્ત્તતેરીકી…! બધું બારોબાર..!
લાસ્ટ બોલ
બહેન તમે કેમ આમ સાવ ગાય જેવા થઇ ગયાં? આજકાલ ભાઈનો સ્વભાવ પણ સાવ બદલાઈ ગયો. બસ,આખો દિવસ હાઊઉ..હાઊઉ જ કરતા હોય..! એનું શું કારણ..?
બહેન, શું વાત કરું? તમને તો ખબર છે કે, તમારા ભાઈની નોકરી શહેરમાં આવી તો એની સાથે હું પણ ગામડું છોડી શહેરમાં રહેવા આવી.
તો શું થયું..?
અમારા ગામડામાં એવો રિવાજ બેન કે, પહેલી રોટલી અમે ગાય માટે કાઢીએ અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢીએ. હવે શહેરમાં રોજે રોજ ક્યાં ગાય-કૂતરાં શોધવા જઈએ..? એટલે પહેલી રોટલી હું ખાઈ જાઉં ને છેલ્લી રોટલી તમારા ભાઈને ખવડાવી દઉં..! એમાં આવી બધી ‘એલર્જી’ ફૂટી નીકળી..!
તારા કપાળમાં કાંદા ફોડું..!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.