ગોધરા: ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામે પણ લગ્નના વરઘોડો માં લોકો ડી.જે.ના તાલે ભાન ભૂલી બિન્દાસ્ત નાચતા કુદતા જોવા મળી રહ્યા છે.ત્યારે નદીસર ગામના મહિલા સરપંચ પણ નાચતા હોવાનું વિડીઓમાં સ્પષ્ટ જોવાઇ રહ્યું છે. વરઘોડામાં લોકો માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સ નો સરકારના જાહેરનામાનો છડેચોક કોઈપણ જાતના ડર કે ભય વગર ભંગ કરતા લોકો સામે કાંકણપુર પોલીસે ગુન્હો નદીસર ગામના સરપંચ સહિત 27લોકો સામે ગુનો નોંધ્યો હતો..કોરોના મહામારીના કારણે ટૂંક સમય પહેલા સરકારી સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાના બહાર સારવાર માટે દર્દીઓ ની લાંબી લાઈનો તેમજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટેના શબોની વેઈટિંગ ની પરિસ્થિતિ લોકો ભૂલી ગયા હોય તેમ હાલમાં લાગી રહ્યું છે.
ત્યારે ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા જુનિધરી ત્યારબાદ નદીસર ગામે લગ્ન પ્રસંગ માં વરઘોડા માં લોકો માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે.વરઘોડામાં લોકો બિન્દાસ્ત બની ડી.જે.ના તાલે ઝુમી રહ્યા હતા.ત્યારે નદીસર ગામના મહિલા સરપંચ રેખાબેન સહિત મોટી સંખ્યામાં વરઘોડા માં મન મૂકી નાચ્યાં હોવાનો વિડીઓ વાયરલ થયો હતો.
કોરોના સંક્રમણ વધુ ફેલાઈ શકે છે તેમ જાણતા હોવા છતાં પણ તમામ નીતિનિયમો નેવે મૂકી મહિલા સરપંચ ડી.જે.ના તાલે નાચ્યા હતા. ત્યારે કાંકણપુર પોલીસ હરકતમાં આવી ને નદીસર ખાતે જઈ વધુ તપાસ હાથ ધરી હતી અને જાહેરનામા નો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં નદીસરના મહિલા સરપંચ રેખાબેન માછી સહિત 27 લોકો સામે ફરિયાદ નોધી હતી.