Vadodara

વારસીયા-સમા વિસ્તારમાં હજુ પણ ઢોરો બેખૌફ લટાર મારવા નીકળે છે

વડોદરા: શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન ચાલુ છે. ત્યારે શહેરના વારસીયા અને સમા વિસ્તાર મા બિન્દાસ રખડતા ઢોર જોવા મળ્યા હતા. રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે કૂદકેને ભૂસકે વધી રહી છે. તેવામાં રખડતા ઢોરની સમસ્યાનો ભોગ બનવાની સિલસિલો યથાવત રહ્યો છે. શહેરમાં અઠવાડિયામાં ગાય અડફટે લેવાનો હજુ સિલસિલો શરૂ છે છે. તેમ છતાં પાલિકા તંત્રની ઢોર મુક્ત વડોદરાની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે. હજુ સુધી આવી ઘટનાઓમાંથી એક્ય ઘટનામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી ઘટનાઓને જોતા શું આવી રીતે વડોદરા સ્માર્ટસીટી બનશે?

મંગળવારે ઢોર પાર્ટીએ 49 રખડતાં ઢોરને પકડી પાંજરે પૂર્યા
આજે વિવિધ વિસ્તારો મા થી 49 રખડતા ઢોર પકડાયા જેમા 16 પશુઓ ને પાંજરાપોળ મોકલી આપવા આવ્યા હતા. જયારે ઉત્તર ઝોન મા 1 પાણી ડ્રેનેજ નું કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું. તેમજ ટેગ ના આધારે 2 ગાયોની ઓળખ કરી માલિકો ને ચેતવણી આપવા મા આવી હતી.

Most Popular

To Top