બજેટ એટલે કે અંદાજપત્ર. આવનારા વર્ષમાં સરકાર દ્વારા ખર્ચ કરવા અને આવક મેળવવા જે યોજના કે અંદાજ લાગવવામાં આવ્યો હોય તેનો સંસદ સમક્ષ રજૂ થતો પ્રસ્તાવ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં એવું શીખવવામાં આવે છે કે બજેટમાં માત્ર આવનારા વર્ષમાં થનાર ખર્ચ અને કરવેરા કે દેવા દ્વારા સરકાર જે આવકો મેળવવા માગે છે તેનો પ્રસ્તાવ હોય છે. હા શરૂઆતમાં હેતુઓ જરૂર હોય છે પણ તે ચૂંટણી પ્રવચન નથી હોતાં. અન્તે તો બજેટ એ આવક અને ખર્ચના સંભવિત આંકડા હોય છે. આર્થિક નીતિ ,આવનારાં વર્ષોનું આર્થિક વિઝન એ અલગ બાબત છે.
સરકાર તે વર્ષના કોઈ પણ દિવસે સંસદમાં રજૂ કરી શકે છે.એ બજેટમાં કહેવાની જરૂર નથી. પણ હવે તેવું નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી નાણાંમંત્રી આવનારાં પાંચ વર્ષના વિઝન બજેટમાં રજૂ કરે છે અને આ વખતે તો નવાઈ એ વાતની લાગી કે નાણાંમંત્રી શ્રી બજેટમાં એવું કહે છે કે અમે આવકવેરા અને નવી પેન્શન યોજનામાં યોગ્ય ફેરફાર કરીશું.અરે ભાઈ, ફેરફાર જાહેર કરવા માટે તો બજેટ હતું. વચન તો ચૂંટણીમાં પણ આપી શકાય. એમાં બજેટ સત્રની રાહ જોવાની કયાં જરૂર હતી?
પોતાના વખાણ આવનારાં વર્ષોની અપેક્ષાઓ બાદ પ્રજાની તીવ્ર અપેક્ષાઓ પર પાણી ફેરવાતું વર્ષ 24 નું બજેટ રજૂ થઇ ગયું. બજેટમાં પગારદાર વર્ગને ૧૭૫૦૦ no ચોખ્ખો ફાયદો આપ્યો પણ નીતિગત ફેરફાર ના થયા. સરકાર આજે પણ માને છે કે દેશમાં મોટો વર્ગ 7 લાખથી વધારે કમાતો નથી. મતલબ કે મહિને ૫૦૦૦૦ કમાનારા ખૂબ ઓછા છે, તે સરકારના આંકડા જ સાબિત કરે છે. વળી એકસો ચાલીસ કરોડના દેશમાં ૧૫ લાખથી વધુ ની આવક ધરાવનારા માત્ર ૧% છે એટલે સમૃદ્ધ ભારત વિકસિત ભારતની વાત બહુ થોડા લોકો માટે છે. વિપક્ષ હમેશાં આક્ષેપ કરે છે કે આ સરકાર ધનિકો અને મોટા ઉદ્યોગપતિઓની છે અને સત્તા પક્ષ હમેશાં પોતાને ગરીબો મધ્યમ વર્ગનો તારણહાર માને છે પણ બજેટમાં મોબાઈલ અને ચાર્જર પર આયાત ડ્યુટી ઘટી. સોના પર આયાત ડ્યુટી ઘટી,રાજ્યોને મકાન ખરીદ વેચાણમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનું સૂચન કર્યું.
આ બધાં જ પગલાં ઉપરના વર્ગને જ લાગુ પડે છે. મધ્યમ વર્ગ જેની રાહ જોતો હતો તેવી એક પણ જાહેરાત આ બજેટમાં થઇ નથી.જાણકારો કહે છે કે નિર્મલા સીતારમણના જ બજેટોની તુલના કરો તો પણ આ તેમનું સૌથી નબળું બજેટ છે જે અપેક્ષાઓમાં ઊણું ઊતર્યું છે. રાજકીય વિશ્લેષણની રીતે પણ આ બજેટ નબળું છે. બિહાર અને આંધ્ર પ્રદેશમાં નાણાં ફાળવણી રાજકીય હોય તો મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં આવતા બે મહિનામાં ચૂંટણી આવવાની છે ત્યાં નાણાં ફાળવવા જોઈએ. ગુજરાત તો કાયમ બધી લોકસભા સીટ આપે છે અને વિધાનસભામાં પણ ૧૬૧ આપી છે માટે ગુજરાતને કશું આપવાની જરૂર રહેતી નથી. ઉત્તર પ્રદેશમાં બેઠકો ઘટી હતી. આવનારી પેટા ચૂંટણીમાં પ્રભાવ પાડવા માટે ત્યાં પણ કાંઈ આપવું જોઈતું હતું જે અપાયું નથી. જોઈએ, વિપક્ષ આનો શું ફાયદો ઉઠાવે છે?
આમ તો હવે બજેટ બહુ મહત્ત્વનું રહ્યું નથી. રેલ્વે બજેટ હવે સ્વતંત્ર નથી. પેટ્રોલ ડીઝલના ભાવ રોજ બદલાય છે. અનેક વેરાનું એક જી એસ ટી માં રૂપાંતર થયું છે જે અલગ નક્કી થાય છે અને આયોજન પંચ રહ્યું નથી. સરકારી યોજનાઓ ગમે ત્યારે જાહેર થાય છે ત્યારે બજેટ એ હવે માત્ર કર્મકાંડ બની ગયું છે. એક વાત સમજવા જેવી છે કે અત્યારે અર્થતંત્ર સરકારની આંગળી પકડીને ચાલે છે. વળી સમાજમાં પણ કુટુંબો એવાં છે જ્યાં વડીલો પેન્શન મેળવે છે અને યુવાનો ખાનગી નોકરી કરે છે. હવે આપણે ૨૦૦૪ પછી સરકારી નોકરીમાં પણ પેન્શન બંધ કર્યું છે. એટલે થોડાં વર્ષો પછી સમાજમાં નિયત અને નિશ્ચિત આવક મેળવતો વર્ગ નહીં હોય, માટે ખર્ચવાપાત્ર આવક નહીં હોવાથી બજાર પર તેની ઘેરી અસર પડી શકે.
હાલ દેશમાં જી. ડી. પી. વધેલી દેખાય છે. અવનવી યોજનાઓ અમલી બની રહી છે પણ આ સમાજના એક ચોક્કસ વર્ગના હાથમાં જ સત્તા સમ્પત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થઇ રહ્યું છે. આપણે ત્યાં પાંચ લાખથી વધુની રકમ પર આવકવેરો ભરવો પડે છે. જો દેશમાં સાત લાખ જ રીટર્ન ફાઈલ થતાં હોય તો કાં તો દેશમાં કરચોરી વ્યાપક છે અથવા 120 કરોડ લોકોની વાર્ષિક આવક પાંચ લાખથી વધુ નથી. હમણાં જ આંકડા આવ્યા છે કે ગુજરાતમાં ૧૦ લાખ લોકોએ જીઓનું સબસ્ક્રાઈબ છોડી દીધું છે.એક બાજુ વધતા ભાવ અને બીજી બાજુ નીચી આવક …બજારનાં તમામ લોકોએ આ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. એક તરફ દેશમાં હોસ્પિટલોમાં લોકો લાખોનાં બીલ ચૂકવે છે, સ્કૂલોમાં મોટી ફી ભરે છે. હાઈ વેથી માંડીને મલ્ટીપ્લેક્ષમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે.
બીજી બાજુ આ જ હોસ્પિટલોમાં નર્સ અને અન્ય સ્ટાફનો પગાર દસ હજારથી વધુ નથી.સ્કૂલો કોલેજોમાં પગારો આટલા જ છે. ચેનલના પત્રકાર કે બેન્કના કર્મચારી કોઈ ૨૫૦૦૦ થી વધતા નથી તો આનો મતલબ એ કે આવક અને ખર્ચનો પ્રવાહ યોગ્ય નથી. આવક અને સમ્પત્તિનું કેન્દ્રીકરણ વધતું જાય છે. જેમ શરીરમાં લોહીના ગઠ્ઠા જામે અને તે તબિયતને નુકસાન કરે તેમ આવકના ગઠ્ઠા અર્થતંત્રને નુકસાન કરશે. આશા રાખીએ કે સામાજિક, આર્થિક નિસ્બતવાળાં લોકોને સરકાર પૂછે કે આ દેશમાં સારી આર્થિક નીતિ કઈ રીતે અમલી બનાવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે