તારીખ 9 નવેમ્બરના રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સ્વદેશીગામ સાથે નાયબ મુખ્યમંત્રી અને સરકારના અન્ય ધારાસભ્યો અને સાંસદો લોકલ અને વોકલ સૂત્ર લઈને વાણી સૂત્રોચાર કરવામાં આવ્યા છે. ગઈ વિધાનસભા અને તાલુકા પંચાયતમાં ડોલવણમાં જાહેર ટોયલેટ અને યુરિન માટેની સમસ્યા જેની વ્યવસ્થા ઊભી થાય તે મુદ્દો અતિ ચર્ચામાં બન્યો હતો. છતાં ડોલવણમાં આજે ઉજ્જડ જગ્યાએ એરંડો પ્રધાન જેવી પરિસ્થિતિ ઊભી છે. સમય સાથે નેતાઓ આવતા જતા હોય છે નાગરિકોની હાલાકી ત્યાંની ત્યાં જ છે. આદિવાસી વિસ્તારમાં નાગરિકો સમસ્યા રજૂ કરવા માટે જેટલા જાગૃત હોવા જોઈએ તે મુજબ જાગૃત નથી.
તેનો લાભ ચૂંટાયેલ તાલુકા જિલ્લાના સભ્યો લઈને મોટો ભ્રષ્ટાચાર કરે છે. જ્યાં સુધી પાયાની સુવિધા નાગરિકોને ન મળે ત્યાં સુધી લોકલ ફોર વોકલ સાબિત થવાનું નથી. દેખાડો કરીને ક્યાં સુધી મતદાન કરતાં રહેવાનું? આજની પરિસ્થિતિ મુજબ ડોલવણ તાલુકો જેટલો સુવિધાવાળો દેખાવો જોઈએ તે નથી. મૂળ કારણ ભ્રષ્ટ તંત્ર. જો હાલના સેવકોમાં નીતિ અને કામની ખરી પડી હોત તો આજે તાપી જિલ્લાનો ડોલવણ તાલુકો ગુજરાતમાં સારી વ્યવસ્થાની યાદીમાં ઉભરી આવ્યો હોત પણ ભાજપા કે કોંગ્રસ સર્વ સેવા નામે પરિણામ શૂન્ય છે. ડોલવણ આજે અને પહેલા સુવિધા નામે જોવા મળતું હોય તો રાજકારણ સિવાઈ કશું નથી. જે કડવું સત્ય લખવું પણ નાગરિક માટે સમસ્યા જ જણાઈ છે. ડોલવણ બોલશે તો સુવિધા મળશે.
ડોલવણ પદમડુંગરી – હરીશ એચ. ચૌધરી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.