Vadodara

આગ ઓકતા ઉનાળામાંઆગની ઘટનાઓમાં ડુબકીઓ

વડોદરા: ઉનાળા દરમિયાન શહેર માં આગ ના બનાવો માં ઉતરોતર વધારો થતો જોવા મળે છે. આ મહિના માં પેલી એપ્રિલ થી લઈ 14 મી એપ્રિલ સુધી માં શહેર ના વિવિધ વિસ્તારો માં કુલ 17 જેટલાં આગ ના બનાવો ફાયર વિભાગ ના ચોપડે નોંધાયા છે. ઉનાળા માં જંગલો પણ આગ લાગવા ના બનાવો બનતા હોય છે.આગના બનાવો શોર્ટસર્કિટને કારણે બનતા હોય છે. જેથી આવા બનાવો ને રોકવા માટે તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવાની જરૂર છે સાથે જ બિલ્ડિંગ એસો . ને પણ લોડ ફેક્ટર બાબતે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર મારફતે ચકાસણી કરાવી લેવી જોએ જેથી ઓવરલોડિંગ તેમજ હીટિંગને ઉનાળા દરમ્યાન આગના બનાવો શોર્ટ સર્કિટને કારણે ન બની શકે.

આવા આગના બનાવો નહીં બને તેની તકેદારીના ભાગ રૂપે ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રીકનો સર્વે કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો આવા અવારનવાર બનતી આગની ઘટનાઓમાં ઘટાડો થઈ આવે છે. આ પ્રકારના સર્વેમાં એમ જીવીસીએલ કંપનીના ઈલેકટ્રીક ઈન્સ્પેક્ટરને સાથે રાખીને તે સર્વે કરવામાં આવે તે જરૂરી છે પાલિકા દ્વારા આવા સર્વે કરવામાં આવે તો આગના બનાવો ના બને તો વેપારી અને પ્રજાને નુકસાન થતું અટકી શકે છે. વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગને કામગીરી કરવામાં સરળ બની શકે તેમ છે અને વડોદરા મહાનગરપાલિકાને કામગીરીનું ભારણ ઓછુ થાય તેમ છે.

આગની ઘટનાઓ અંગે ફાયરના ચીફ ઓફીસરનું માર્ગદર્શન
આ મામલે વડોદરા ફાયર ના ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ગુજરાત મિત્ર સાથે આગ કેમ લાગે છે તે અંગે વિશેષ માર્ગ દર્શન આપતા જણાવ્યું હતું.
ફેક્ટરીમાં ફાયરશોર્ટ સર્કિટના કારણે સિલિન્ડર રાખો
શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને પાણી નાખીને ઓલવી શકાતી નથી. તેના માટે ફોમ ટેન્ડર સાથે ખાસ ફાયર સિલિન્ડર રાખવા પડશે. કોઈપણ અગમ્ય ઘટનાનેટાળવા માટે તમે તમારા ઘર અથવા ફેક્ટરીમાં આવા નાના સિલિન્ડર રાખી શકો છો.

મીટરો કેમ આગ લાગે છે
શોર્ટ સર્કિટના કારણે પણ લાગે છે આગ ઉનાળાની ઋતુમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો મોટા પાયે બને છે. આનું કારણ એ છે કે, અમે અમારા ઘરમાં લગાવેલા સ્વીચ બોર્ડને યોગ્ય રીતે ચેકકરી શકતા નથી, જેના કારણે તેમાંના વાયરો ઢીલા રહે છે અને ગરમ થવા પર તેમાંથી તણખા નીકળવા લાગે છે.
કારમાં આગ કેમ લાગે છે
કાર માં આગ એટલા માટે લાગે છે. કાર માં ઓવર હિટિંગ થાય, kar ના વાયરો માં તણખા થવા. લાંબા અંતરે ગાડી ચલાવવી અને રેસ્ટ ન આપવા થી એન્જીન માં વધુ ગરમી પેદા થવાથી કાર જેવા વાહનો માં આગ લાગી શકે છે.
જરૂરિયાત મુજબ મીટરની ક્ષમતા વધારો
તમે તમારા ઘર અથવા ફેક્ટરીની જરૂરિયાત અનુસાર મીટરની ક્ષમતા વધારી શકો છો. આમ કરવામાં નિષ્ફળતાથી મીટર વધુ ગરમ થઈ શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે, જેનાથી ઘર-ફેક્ટરીમાં આગ લાગી શકે છે.

Most Popular

To Top