વડોદરા : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લગ્નજીવનના 6ઠ્ઠા વર્ષે પોતાના પતિ એ પુરુષ નહીં પરંતુ સ્ત્રી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ શહેરના ગોત્રી પોલીસ મથકે નોંધાવી છે ત્યારે કોણ છે આ મહિલા જે પુરુષ બની વડોદરાની મહિલા સાથે છેલ્લા નવ વર્ષથી રહે છે અને શું છે સમગ્ર મામલો આવો જોઈએ. શહેરના રહેતી એક મહિલા મેટ્રોમોનીયલ સાઈટના માધ્યમથી પોતાના બીજા લગ્ન જીવન માટે સાથી શોધી રહી હતી અને ત્યારે જ ડોક્ટર વિજેતા નામના દિલ્હીમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક યુવકની માહિતી તેમના ધ્યાને આવે છે અને સમગ્ર મામલામાં તેઓ પોતાના નવા લગ્ન જીવન માટે આ વ્યક્તિ અને તેના પરિજનોનો સંપર્ક કરે છે.
સામાન્ય રીતે સમાજના રીતી રિવાજ મુજબ જેમ બે પરિવારો પોતાના દીકરા દીકરીના લગ્ન માટેના આયોજનો કરતા હોય છે તે જ પ્રમાણે વડોદરા ની ફરિયાદી મહિલાએ પણ દિલ્હીમાં રહેતા ડોક્ટર વિજેતાના પરિવારજનો સાથે પોતાના પરિવારની મુલાકાતના માધ્યમથી આગળ વધવાનું નક્કી કર્યું જોકે શરૂઆતના સમયમાં મનમેળ નહીં થતા હોવાની રાતે લગ્નજીવન આગળ નહીં વધારવાનું ફરિયાદી મહિલાએ નક્કી કર્યું પરંતુ ફરિયાદી મહિલાનું આ બીજું લગ્નજીવન હોય અને પહેલા લગ્ન જીવનમાં તેમના બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમણે દિલ્હીના ડોક્ટર વિજેતા ના પરિવારજનોના સમજાવ્યાથી આ લગ્નજીવનને આગળ વધારવા માટે પ્રભુતામાં પગલાં પડવાનું નક્કી કર્યું પરંતુ લગ્ન થતાં જ પ્રથમ રાત્રે જ મહિલા અને તેના પતિ ડોક્ટર વિજેતા વચ્ચે પતિ પત્ની જેવા કોઇ સંબંધો બંધાયા નહી.
આમ પોતાનો પતિ એ પત્નીને શારીરિક સુખ આપવાથી અળગા રહેતા હોવાના એકથી વધારે અનુભવ ફરિયાદી મહિલાને પત્ની તરીકે થવા લાગ્યા અને લગ્નના કેટલાક સમય બાદ તેમના ધ્યાને આવ્યું કે તેમનો પતિ એ પુરુષ નહીં પરંતુ સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે પ્રયત્નશીલ છે મહિલા ફરિયાદીને આ સમગ્ર મામલો ત્યારે ધ્યાનમાં આવ્યું જ્યારે તેની સાથે રહેતો અને પોતાની ઓળખ પુરૂષ તરીકે આપનાર ડોક્ટર વિજેતા તેના પતિએ તેની સાથે સંબંધો બાંધતા દરમિયાન પોતે સ્ત્રી હોવાની વાત સ્વીકારી અને સ્ત્રી તરીકે જ પોતાની પત્ની સાથે સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા જોકે ફરિયાદી મહિલાએ પત્ની તરીકે આ પ્રકારના અનૈતિક સંબંધો બાંધવાનો વિરોધ કર્યો હતો ત્યારે આરોપીએ પોતે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની નાજાયજ દીકરા હોવાની ઓળખ આપી હતી. એક મહિલા એ બીજી મહિલા સાથે પોતે પુરુષ હોવાની કહી અને લગ્ન કર્યા ની છેતરપિંડી અને અનૈતિક સંબંધો રાખવા માટેના દબાણ કરવા બાબતે શહેરના ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મારી સ્ત્રી હોવાની વાસ્તવિકતા લગ્ન પહેલા જ મે જણાવી હતી
જોકે સમગ્ર મામલે મૂળ દિલ્હીના અને ફરિયાદી મહિલાના પતિ તરીકે લગ્ન કરેલ મહિલાએ ફરિયાદી ના બધા આક્ષેપને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મારી સ્ત્રી હોવાની વાસ્તવિકતા લગ્ન પહેલા જ મેં મારી પત્નીને જણાવી હતી પરંતુ તેણે મારી સાથે લાગણીના સંબંધો જોડાયા હોવાની વાત સ્વીકારી અને મારા જેન્ડર રીએસાઇમેન્ટ ના સર્જરી માટે સંમત થઈ અને મારી સાથે લગ્ન કર્યા હોવાની વાત કહી હતી, સાથે સાથે મારી પત્નીને વડોદરાના ભાયલી વિસ્તારમાં મકાન અપાવ્યા હોવાનું પણ કહ્યુ હતુ, 90 લાખની લોનના આક્ષેપ બાબતે આરોપી મહિલાએ સમગ્ર લોન દિલ્હીમાં જોઈન્ટ એકાઉન્ટમાં લીધી હોવાનું કહ્યું હતુ. – ડો.વિજેતા, આરોપી પતિ
પીડિત મહિલાએ લખાવેલી ફરિયાદ મુજબ સમગ્ર પ્રકરણની અમે તપાસ કરી રહ્યા છે
પીડિત મહિલાએ લખાવેલી ફરિયાદ મુજબ અમે તપાસ કરી રહ્યા છે જેમાં દિલ્હીની મહિલાએ પોતે પુરુષ હોવાની વાત કરી આ મહિલા સાથે છેતરપિંડી કરી લગ્ન કર્યા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે. તે પોતે કલકત્તામાં જેન્ડર રીએસેસમેન્ટની સર્જરી કરાવવા ગયા હોવાનો પણ પ્રાથમિક તબક્કે જણાયું છે ત્યારે આમ પોતે મહિલા હોય પુરુષ તરીકે બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાની છેતરપિંડીના મામલામાં ફરિયાદ નોંધ અને અમે તપાસ હાથ ધરી છે મહત્વનું એ છે કે, જેન્ડર રીએસાઇમેન્ટની સર્જરીની પ્રક્રિયા કલકત્તામાં વાસ્તવિકતામાં થઈ છે કે કેમ? અને થઈ છે તો કયા ડોક્ટર પાસે આ સારવાર અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે તે દિશામાં વડોદરા પોલીસ કલકત્તા સુધી પણ તપાસ કરશે. – અભય સોની ડીસીપી -ઝોન ૨