Charchapatra

ચોખ્ખા ઘીમાં ભેળસેળ તેવી જ રીતે વાતાવરણમાં પણ ભેળસેળ

અગાઉ કેટલાંક વર્ષો સુધી વર્ષમાં ત્રણ ઋતુ હોય છે. શિયાળો-ઉનાળો અને ચોમાસું. આવું વાતાવરણ ચાલતું હતું. શિયાળો એટલે ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી. ઉનાળો એટલે ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલ અને મે. ચોમાસું એટલે જૂન-જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હવે વાતાવરણમાં કેવું ભેળસેળ થાય છે જેમ કે હાલમાં નવેમ્બર સુધી વરસાદ હાલમાં દિલ્હીમાં ડિસેમ્બર માસમાં વરસાદ સાથે બરફના કરાં પડ્યાં. કેરી મે માસમાં આવે તે કેરી ડિસેમ્બર માસમાં પોરબંદર યાર્ડમાં કેસર કેરી આવી ગઈ છે. તેના ભાવ હરાજીમાં પ્રતિ કિલોના રૂા. 900 થી 1000 એટલે લગભગ 1 મણના રૂા. 20,000 થાય. પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં ફેરફાર અને આ પંથકની જમીનમાં ખડકોને લીધે અમુક બગીચામાં આંબામાં સિઝન પહેલાં ફુર (મોર) લાગી જાય છે અને કેસર કેરી આવે છે. ટૂંકમાં ક્લાઈમેટ ચેન્જને લીધે પોરબંદરમાં શિયાળાની કેસર કેરી પાકી આવી ગઈ છે.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top