Vadodara

કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગરબે ઘૂમી દેખાવો કર્યા

વડોદરા: આંગણવાડી વર્કરો બાદ આશાવર્કરો પડતર પ્રશ્નોને લઈને 15 હજાર મહિલાઓ આંદોલન કરવા માટે દિલ્લી ગયા છે.ત્યાં માંગણીની રજુઆત કરવા પહોંચ્યા ત્યારે બીજી મહિલાઓ સમર્થન કરવા માટે કલેકટરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ સૂત્રોચાર કર્યા અને ગરબા રમ્યા હતા. વધારાના ઠરાવને મફતની રેવડી ગણી મહિલા શક્તિ સેનાનાં માધ્યમથી રાજ્ય ભરની તમામ આશાવર્કરો તેમજ આશા ફેસીલીટેટર બહેનોની હડતાળ અને પ્રચંડ વિરોધ યથાવત રાજ્યભરમાં પોતાની માંગણીઓને લઈને કર્મચારીઓના આંદોલન ધમધમી રહ્યા છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા નજીવો પગાર કે ભથ્થાઓમાં વધારો આપી આંદોલન શાંત કરવા પ્રયાસ કરવામાં આવે છે.પરંતુ કર્મચારીઓ અને લોલીપોપ ગણી ફગાવી રહ્યા છે.

જેમા જુની પેન્શન યોજનાની માંગ કરતા કર્મચારીઓ,આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કરો બાદ આશાવર્કરો અને આશા ફેસીલેટર બહેનો નો પણ ઉમેરો થયો છે.તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરી ફેસિલિટેટરને માત્ર 2000 અને આશાવર્કરોને 2500 રૂપિયા જેટલો મામૂલી પગાર વધારો જાહેર કરી આંદોલન શાંત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.સરકારે જાણે ભીખ આપી હોય એવું દેખાઈ રહ્યું છે.આ નજીવો વધારો કરતો જીઆર મંજૂર નથી અને એટલે આજે પૂરા આક્રોશ સાથે આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનો રાજ્ય ભરમાં જીલ્લા પંચાયત ખાતે એકત્રિત થઇ ગરબા રમ્યા હતા અને ભારે સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીએ મફતની રેવડી સમાન ગણાવી આંદોલન ઉગ્ર બનાવવાની તેમજ 2022ની ચુંટણીમાં ભાજપ સરકાર વિરુધ્ધ મતદાન કરીને યુવાઓ મહિલાઓનું શોષણ કરનાર શોષણખોર સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આશાવર્કરો અને ફેસિલિટેટર માટે ઇન્સેન્ટિવની નિતી બંધ કરી વર્ષોથી લઘુત્તમ વેતન મુજબનો પગાર આપવા ચંદ્રિકાબેન સોલંકી વર્ષો થી આંદોલન ચલાવી રહ્યા છે.ત્યારે લઘુતમ વેતન મુજબ પગારની માગણીની સતત અવગણના કરતા આંદોલન ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Most Popular

To Top