National

વરસાદ પણ ગુજરાતીઓને ગરબા રમતા ન અટકાવી શકે, ફાલ્ગુનીના પર્ફોમન્સ પર ખૈલેયા ઝૂમ્યા, વાયરલ થયો વીડિયો

મુંબઈઃ ફાલ્ગુની પાઠકને ‘ગરબા ક્વીન’ કહેવામાં આવે છે. તેમના ગીતો વિના દેશમાં ક્યાંય પણ દાંડિયા નાઈટનું સફળતાપૂર્વક આયોજન થઈ શકે નહીં. નવરાત્રીના અવસર પર તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ફાલ્ગુની પાઠક નવરાત્રિ દરમિયાન મુંબઈમાં પરફોર્મ કરવા આવી ત્યારે કંઈક એવું થયું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • વરસતા વરસાદમાં ફાલ્ગુની પાઠકના ગરબા, મુંબઈમાં વરસાદમાં છત્રી લઈ ફાલ્ગુનીનું પર્ફોમન્સ
  • વરસાદ પણ ગુજરાતીઓને ગરબા રમતા ન અટકાવી શકે, ભીંજાતા હોવા છતાં ખૈલેયાઓ ગરબે ઘુમ્યા

વાસ્તવમાં ફાલ્ગુની પાઠકના નવરાત્રિ પર્ફોમન્સ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુંબઈમાં એકવાર વરસાદ શરૂ થઈ જાય તે જલ્દી બંધ થતો નથી. અહીં પણ એવું જ બન્યું. ધોધમાર વરસાદ શરૂ થયો, પરંતુ વરસાદ પણ ખૈલેયાઓ અને ફાલ્ગુની પાઠકના ઉત્સાહને ઓછો કરી શક્યો નહોતો.

ફાલ્ગુની પાઠકના પરર્ફોમન્સ પર વરસાદની કોઈ અસર થઈ નહીં. વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં જોઈ શકાય છે કે વરસતા વરસાદમાં ફાલ્ગુની પાઠક છત્રી લઈને પરફોર્મ કરી રહી છે. ફાલ્ગુનીને વરસાદમાં ગીતો ગાતા જોઈને ખૈલેયાઓ એકદમ પાગલ થઈ જાય છે.

ભારે વરસાદ પણ લોકોના ઉત્સાહને ઓછો કરી શકતા નથી. ખૈલેયાઓ વરસતા વરસાદમાં ભીના થતા હોવા છતાં ફાલ્ગુની પાઠકના પરફોર્મન્સનો આનંદ માણે છે અને ગરબા કરતા જોવા મળે છે. લોકોની ઉર્જા પણ જોવા જેવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ showglitzevents પર શેર કરવામાં આવ્યો છે. આને શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે ‘વરસાદ હોય કે તોફાન, તમને ફાલ્ગુની પાઠક સાથે ગરબા કરવાથી કોઈ નહીં રોકી શકે.’ આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયાના લોકોએ તેના પર જોરદાર કમેન્ટ પણ કરી છે.

એક યુઝરે લખ્યું છે ક્રેઝી..તમે કોલ્ડપ્લેને ભૂલાવી દીધો. અન્ય એક યુઝરે લખ્યું છે વરસાદ પણ ગુજરાતીઓને નવરાત્રી દરમિયાન ગરબા કરતા રોકી શકતો નથી. અન્ય યુઝરે લખ્યું છે મુંબઈકર અને ફાલ્ગુની પાઠકે સહમત થવું પડશે. એક વ્યક્તિએ લખ્યું છે આ ભારત છે, અહીં કંઈપણ થઈ શકે છે, ફાલ્ગુની પાઠક વરસાદમાં પરફોર્મ કરી શકે છે અને લોકો ગરબા કરી શકે છે.

Most Popular

To Top