Vadodara

ભૂતકાળમાં ખૂદ પોલીસ કર્મી અને નેતાઓ પણ મહેફિલ માણતા પકડાઈ ચૂક્યા છે

વડોદરા : બરવાળાના લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં પણ પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડા તેમજ ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવે તે જરૂરી છે. પોલીસે હાલમાં થોડી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે પરંતુ તે પૂરતા નથી. કેટલાક પોલીસ કર્મીઓ અને રાજકીય નેતાઓ ખૂદ દારૂની મહેફિલો કરતાં હોય છે ત્યારે પો.કમિ. સમશેરસિંઘ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડકાઈભર્યુ વલણ દાખવશે તો વડોદરામાં પણ દારૂનો વેપાર બંધ થશે તે નક્કી છે. વડોદરામાં અગાઉ ખૂદ પોલીસ કર્મીઓ તેમજ રાજકીય નેતાઓ કે તેમના પરિવારજનો દારૂની મહેફિણ માણતાં પકડાઈ ચૂક્યા છે.

Most Popular

To Top